GSTV

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાની તડામાર તૈયારીઓ થઈ શરૂ, 30 લાખ યાત્રાળુ આવવાની શક્યતા

Last Updated on August 4, 2019 by

યાત્રાધામ અંબાજી ખાતે આગામી 08 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી સાત દિવસનો ભાદરવી પુનમનો મહામેળો ભરાવનાર છે. ત્યારે અંબાજી આવતાં હજાર જેટલાં સંઘોમાં લાખોની સંખ્યામાં પગપાળાં યાત્રીકો અંબાજી આવનાર છે. આ પદયાત્રીઓ માટે વહીવટીતંત્ર સાથે સુમેળભર્યુ વાતાવરણ બનેલું રહે અને સાથે યાત્રીકોને પુરતી સગવડ મળી રહે તે માટે ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે એક બેઠક ડેપ્યુટી કલેકટર તથા વિભાગીય નાયબ પોલીસ અધીકક્ષકનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

જેમા ખાસ કરીને મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની સાથે ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી અને અમદાવાદ ખાતે જે રાઈડ્સ કાંડ થયો હતો તેવી ઘટના ન બને તેમાટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો અને તેમાં આવખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમજ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માંગ કરાઈ છે.

આ બેઠકમાં મોટી સંખ્યામાં પગપાળાં સંઘોના મુખ્ય પ્રતીનીધીઓ ઉપસ્થીત રહી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીકોને પોલીસ મિત્ર બની સહકાર આપવાં અનુરોધ કર્યો હતો. આ વખતે પણ 30 લાખ જેટલા શ્રધ્ધાળુઓ આવવાની શક્યતા ને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં ઝુમીંગ સીસી ટીવી પણ મેલા ઉપર નજર રાખશે અને અંબાજી આવેલો યાત્રી સુખરુપ રીતે પરત પોતાના વતન પરત ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

પાર્કીંગથી અંબાજી મંદિર સુધી યાત્રીકોને લાવવા મફત વ્યવસ્થા કરાશે અને અંબાજી આવતા તમામ લાખો યાત્રીકોને જમવાની પણ નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવનાર છે. એટલુ જ નહીં હમણા વરસાદી સિઝન હોવાથી રસ્તામાં ડુંગરો ધસી પડવાનો ભય હોવાતી સાવચેતી રાખવામાં તેમજ પાણીમાં જાનવરોનો ડર રહેલો હોવાથી જ્યાં ત્યાં વહેતા પાણી ન્હાવા ન ઉતરી પડવા સુચનો કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!