GSTV

Budget 2021: ઈન્ફ્રા પ્રોજેક્ટ્સને ફાઈનેંસ કરવા માટે નેશનલ બેન્ક બનાવવાની તૈયારી, બજેટમાં થઈ શકે છે જાહેરાત

Budget 2021-22

Last Updated on January 25, 2021 by Ankita Trada

આ વખતના બજેટમાં સરકાર મોટા-મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાઈનેંસ કરવા માટે અલગથી એક બેન્ક બનાવવાની જાહેરાત કરી શકે છે. આ બેન્કનું નામ નેશનલ બેન્ક ફોર ફાઈનેંસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ હોઈ શકે છે. માહિતી પ્રમાણે આ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સને ફાઈનેંસ કરનાર નેશનલ બેન્કમાં ટેક્સ ફ્રી બોન્ડ, ઈંશ્યોરેંસ અને પેંશન ફંડ થકી પૂંજી નાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજેટમાં ઈન્ફ્રા પ્રોજેક્ટ માટે નેશનલ બેન્ક બનાવવાની જાહેરાત કરી શકાય છે. બજેટમાં તે માટે 1 લાખ કરોડ રૂપિયાની અધિકૃત મૂડીની પણ જોગવાઈ સંભવ છે. જ્યારે 20 હજાર કરોડ રૂપિયાનું Initial Paid Up Capital હોઈ શકે છે.

પૂંજી એકઠી કરવાની પણ તૈયારી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રોવિડેંટ ફંડ, પેંશન અને ઈંશ્યોરેંસ ફંડનો એક નક્કી ભાગ નેશનલ બેન્કને આપવો જરૂરી હોઈ શકે છે. તો ટેક્સ ફ્રી બોન્ડ અને વિદેશમાંથી મળનાર ફંડ થકી પૂંજી એકઠી કરવાની પણ તૈયારી છે. આ નેશનલ બેન્કને એક એક્ટ થકી બનાવવાનો પ્રસ્તાવ છે. આ બેન્કને વધારે અધિકાર પણ આપવામાં આવશે.

RBI થી ક્રેડિટ લાઈનની સુવિધા શક્ય

જોકે, NBFCsની સરખામણીએ આ બેન્કની પર્યાપ્ત પૂંજીની જરૂરિયાત ઓછી થઈ શકે છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, આ બેન્કમાં RBI થી ડાયરેક્ટ લાઈનની સુવિધા શક્ય હશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ બેન્ક lndia lnfrastructure Finance Company Ltd. (llFCL)ની જગ્યા લેશે. સાથે જ બજેટમાં National Bank for Financing lnfrastructure and Development Bill નો પણ પ્રસ્તાવ શક્ય છે.

પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મોનિટરિંગનું પણ કામ કરશે આ બેન્ક

નેશનલ બેન્ક થકી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને લાંબા સમયગાળા માટે ફાઈનેંસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સની રિસ્ટ્રક્ચરિંગ અને ફાઈનેંશિયલ ક્લોજરની સુવિધા પણ આ બેન્ક ઉપલબ્ધ કરાવશે. તે સિવાય, બેન્ક આ પ્રોજેક્ટ્સને મોનેટાઈજ કરવા અને સમય પર તેને પૂર્ણ કરવા માટે સતત મોનિટરિંગ પણ કરશે. આ બેન્કનો પ્રમુખ ઉદ્દેશ્ય નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનને ફાઈનેંસ કરવાનો છે. સરકારે આગામી 5 વર્ષમાં આ પર 11.1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

READ ALSO

Related posts

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!