GSTV

તૈયારીઓ/ એન્ટિઇન્કમ્બસીના માહોલ વચ્ચે ગુજરાતની ચૂંટણી માટે દિલ્હીમાં બેઠક, ભાજપમાં મોટા ફેરફારના લેવાઈ શકે છે નિર્ણય

ચૂંટણી

Last Updated on June 6, 2021 by Damini Patel

આગામી વર્ષ 2022માં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો પ્રારંભ થયો છે જેમાં ગુજરાત સહિતના રાજ્યોની ચૂંટણીનો રોડમેપ તૈયાર કરવામાં આવનાર છે. ગુજરાતમાં કોરોનાના માહોલમાં સરકાર સામે એન્ટિઇન્ક્મ્બસી વચ્ચે ભાજપમાં મોટા ફેરફારો થાય તેવી સંભાવના છે. હવે ગુજરાત ભાજપ પાસે ઓછો સમય છે ત્યારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

ભાજપે શરુ કરી તૈયારી

કોરોનામાં આરોગ્યની સેવા એટલી હદે કથળી ગઇ હતી કે, લોકોએ ભાજપના શાસનનો અંદાજ મેળવી લીધો હતો. હવે જયારે લોકોની નારાજગી સામે આવી છે ત્યારે પ્રજાનો રોષ ઠારી ફરી ચૂંટણીઓ જીતવા ભાજપે રણનીતિ ઘડવાનું શરૂ કર્યુ છે.

2022માં આ રાજ્યોમાં ચૂંટણી

bjp

આગામી વર્ષ 2022માં ગુજરાત જ નહી ગોવા, પંજાબ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે. દિલ્હીમાં શનિ-રવિવાર એમ બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજનાર છે. આ ચૂંટણીઓની ચર્ચા રાષ્ટ્રીય કારોબારીમાં થનાર છે.

આ બેઠકમાં રાજ્યના પ્રદેશ પ્રભારી સહિત મહાસચિવોને રાજ્યનો રિપોર્ટ રજૂ કરવા પણ જણાવાયુ છે. ચૂંટણીલક્ષી ઉપરાંત સંગઠને મજબૂત કરવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. સૂત્રોના મતે, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, વી.સતીષ સહિત ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી પહોચ્યાં છે. બેઠકમાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિને લઇને રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!