GSTV
Home » News » વાયુ વાવાઝોડા સામે ટકકર લેવા સરકારનો આ છે માસ્ટર પ્લાન : મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસશે

વાયુ વાવાઝોડા સામે ટકકર લેવા સરકારનો આ છે માસ્ટર પ્લાન : મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસશે

વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય સરકાર એલર્ટ છે. સીએમના મુખ્ય અગ્ર સચિવ કન્ટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. વાવાઝોડાની સમીક્ષા માટે મહેસૂલ સચિવ પંકજ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, વેરાવળથી આ વાવાઝોડુ 110 કિલોમીટર દૂર છે અને તે સાઉથ વેસ્ટ દિશામાંથી આગળ વધી રહ્યું છે અને બપોર સુધીમાં તે સૌરાષ્ટ્ર પોસ્ટમાંથી પસાર થશે. તેમણે કામગીરી પર વાત કરતા જણાવ્યું હતું કે, ગિર સોમનાથથી રાજકોટ માટે 1 લાખ ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે. આ સાથે પીવાના પાણી અને સફાઈની કામગીરી પણ ચાલુ છે. દસ લાખથી વધારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. વાયુ વાવાઝોડાના ખતરાને કારણે 3.75 લાખ લોકોએ પોતાનો સામાન છોડી સ્થળાંતર કર્યું છે. લોકોના કિંમતી સામાનની ચોરી ન થાય તે માટે રાતભર પેટ્રોલિંગ કરવામાં આવ્યું. એસડીઆરએફની 11 ટીમ અને એસઆરપીની 13 ટીમે પેટ્રોલિંગ કર્યું છે. પેટ્રોલિંગમાં એસડીઆરએફના કુલ 1100 જવાનો અને એસઆરપીના 1300 જવાનો જોડાયા હતા.

તેમણે વાવાઝોડાની ગતિ વિશે જણાવ્યું હતું કે, 150 કિલોમીટરનો પવન રહેશે. 26 જિલ્લામાં વરસાદની અસર થશે. રાજ્યના દક્ષિણ અને નોર્થ ગુજરાતમાં પણ વરસાદ ચાલુ છે અને સાતથી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાલ એક પણ મોત થયા નથી. એટલે ઝીરો કેઝ્યુલિટીની નીમ સાથે કામગીરી ચાલુ છે. આ સાથે તારીખ 13 અને 14 સુધી તમામ એલર્ટ ચાલુ રહેશે તેવું પણ પંકજ કુમારે જણાવ્યું હતું.

  • વાયુ’ સામે તંત્ર સજ્જ
  • અત્યાર સુધીમાં કુલ ૨.૭૫ લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
  • એનડીઆરએફની કુલ ૪૭ ટીમ દ્વારા સ્થળાંતરની કાર્યવાહી
  • ૧૧ અસરગ્રસ્ત જિલ્લાઓમાં સેનાની એક-એક કોલમ તૈનાત
  • ૩૦૦ મરીન કમાન્ડો પણ ખડેપગે
  • કચ્છમાં બીએસએફની ૨ ટીમો તૈનાત
  • એરફોર્સના ૯ હેલિકોપ્ટર અમદાવાદ, જામનગર અને વડોદરા એરબેઝ પર તૈનાત

પંકજકુમારે વધુમાં જણાવ્યું હતું કે, વીજ પૂરવઠો કેટલીક જગ્યાએ ખોરંભાયો છે. જેને ફરી જાગૃત કરવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. વાવાઝોડાની સ્થિતિ બાદ તંત્રની તૈયારી અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે, વેરાવળ વિસ્તારમાંથી 18 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે દવા, પીવાનું પાણી અને વીજ પુરવઠા અંગે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ  ઉપરાંત જીવન જરૂરિયાત ચીઝ વસ્તુઓનો પુરવઠો કરી દેવામાં આવ્યો છે.

વાયુ વાવાઝોડાનો સૌરાષ્ટ્ર પરથી ખતરો ઓછો થયો છે. પરંતુ રાજ્ય સરકાર હજુ એલર્ટ પર છે.ગાંધીનગરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસે સીએમના અગ્ર અધિક સચિવ કે.કૈલાસનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વાયુ વાવાઝોડાને લઈને અધિક જાણકારી મેળવી હતી. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના મુખ્ય અધિકારીઓ પાસેથી કે. કેલાસનાથે રિપોર્ટ પણ માંગ્યો છે. તો સાથે જ મહેસુલ પ્રધાન કૌશિક પટેલ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસથી વાવાઝોડા અને તંત્રની કામગીરી પર નજર રાખતા જોવા મળ્યા.

કેટેગરી 2માંથી કેટેગરી-1માં ફેરવાયું

વાયુ વાવાઝોડાએ ભલે દિશા બદલી હોય પરંતુ સંકટ ટળ્યું નથી. વાયુ વાવાઝોડુ કેટેગરી-2 માંથી કેટેગરી-1 માં ફેરવાયું છે. જોકે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાનો ખતરો છે. હવામાન વિભાગે જણાવ્યું કે 15 જૂન સુધી ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર રહેશે. વેરાવળથી 110 કિલોમીટર દુર વાવાઝોડાએ દિશા બદલી છે. 135થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઈ શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં વાદળો છવાયેલા રહેશે અને છુટો છવાયો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યભરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

Read Also

Related posts

અમદાવાદ મહાનગરપાલિકાના આ અભિયાનનું થયું સૂરસુરીયુ

Nilesh Jethva

ડીસામાં પોલીસ મથકથી માત્ર 25 ફૂટના અંતરે લાખોની ચોરી થતા પોલીસની કામગીરી પર શંકા

Nilesh Jethva

કાંકરીયા રાઇડ્સ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં, સૌરાષ્ટ્રના લોકમેળામાં નિયમોને નેવે મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!