GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

ભાદરવી પુનમે દર્શનાર્થે આવતા મા અંબાનાં ભક્તો માટે પ્રસાદની તડામાર તૈયારી શરૂ

ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગ્ટય દિવસ… આ દિવસે અંબાજીમાં ખાસ મેળાનું આયોજન થાય છે. ત્યારે માઈભક્તોનો ધસારો પણ અંબાજી તરફ ઉમટી પડે છે. મંદિર પ્રશાસનની ગણતરી મુજબ આ વર્ષે લગભગ 30 લાખથી વધુ માઈ ભક્તો અંબાજી આવે તેવી શક્યતા છે. ત્યારે તમામ માઈ ભક્તો માટે પ્રસાદની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ભાદરવી પૂનમના મહામેળાના હવે  થોડાં દિવસો જ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં 30 લાખથી વધુ માઇ ભક્તો આવવાનો અંદાજ છે ત્યારે આ માઇ ભક્તોના અંદાજને અનુલક્ષીને મા અંબાના પ્રસાદ બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 40 લાખ જેટલા પ્રસાદના પેકેટ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે.  

30 લાખથી વધુ માઈ ભક્તો મા અંબાના ચરણોમા શીશ નમાવશે ત્યારે ભક્તોનો પ્રિય એવો મા અંબાનો પ્રસાદ કેવી રીતે તૈયાર થાય છે.

પ્રસાદ બનાવવા માટે કેટલી સામગ્રી જશે અને કેટલા લોકો કામ કરશે

  • 4 લાખ કિલો મોહન થાળ બનશે
  • જેમાં 1.20 લાખ કિલો બેશન જશે
  • જેમાં 1.80 લાખ કિલો ખાંડ વપરાશે
  • 75 હજાર કિલો ઘી વપરાશે
  • રોજ 1000 સેવા કર્મીઓ રાત દિવસ કામ કરશે અને માઇભક્તો ને પ્રસાદ પહોંચાડશે. મહત્વ ની બાબત એ છે કે અંબાજી વિસ્તાર ના ગરીબ આદિવાસીઓ ને રોજગારી મળી રહેશે.

READ ALSO

Related posts

રાજ્યમાં કોરોનાનો આતંક: છેલ્લાં 24 કલાકમાં 367 નવા દર્દીઓ નોંધાયા, 22 લોકોનાં થયા મોત

Mansi Patel

હોટલોએ 1 જૂનથી સરકાર પાસે કરી નવી ડિમાન્ડ, મંજૂરી મળી તો આટલા વાગ્યા સુધી ઘરેબેઠા મળશે ભોજન

Nilesh Jethva

1000 બેડમાં 551 જ ભરાયેલા છતાં SVPની સ્પષ્ટ ના, હવે કન્ટેન્મેન્ટઝોનથી આ વિસ્તારમાં પ્રસર્યો કોરોના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!