GSTV
Home » News » ચંદ્રયાન-3ની તડામાર તૈયારી શરૂ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થશે

ચંદ્રયાન-3ની તડામાર તૈયારી શરૂ આવતા વર્ષે નવેમ્બર સુધીમાં લોન્ચ થશે

ઈસરોએ ચંદ્રયાન-2ની આંશિક નિષ્ફળતાને ભૂલી જઈને ભવિષ્યના પ્રોજેક્ટ પર ધ્યાન આપ્યું છે. ઈસરોના આગામી પ્રોજેક્ટ્સમાં વિવિધ સેટેલાઈટ લૉન્ચિંગ સાથે ચંદ્રયાન-3 પણ શામેલ છે.ઈસરોએ એ માટે અત્યારે નવેમ્બર 2020 એટલે કે અત્યારથી એક વર્ષની ડેડલાઈન નિર્ધારિત કરી છે. ચંદ્રયાન-2 સપ્ટેમ્બર 2019માં ચંદ્ર પર પહોંચ્યુ હતું. ચંદ્રયાન-2ના લેન્ડરને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવામાં નિષ્ફળતા મળી હતી. ચંદ્રયાન-2નો એ સિવાયનો ઓર્બિટર ભાગ કાર્યરત જ છે. હવે ચંદ્રયાન-3 દ્વારા ઈસરો વધુ એક વખત ચંદ્ર પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું છે.

ઈસરોએ આ માટે સમિતિ અને વિવિધ પેટા સમિતિની નિમણુંક કરી દીધી છે. ઓક્ટોબર માસથી જ આ સમિતિઓની બેઠક શરૂ થઈ ગઈ છે. અત્યારે નક્કી થયા પ્રમાણે ચંદ્રયાન-3માં ઓર્બિટર નહીં હોય, માત્ર લેન્ડર અને રોવર જ હશે. એટલે કે ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 જે રીતે ચંદ્રની ઓર્બિટમાં ભ્રમણ કરે છે, એ ઓર્બિટર ચંદ્રયાન-3માં નહીં હોય. તેના બદલે સંશોધકો લેન્ડર અને રોવર પર જ ધ્યાન આપશે. જેથી સમયસર મિશન તૈયાર થઈ શકે. અત્યારે આમ પણ ચંદ્રયાન-2નુ ઓર્બિટર બરાબર કામ કરે જ છે, માટે નવા મિશનમાં ઓર્બિટરની જરૂર નથી.

ચંદ્રયાન-2 વખતે લેન્ડરને સફતાપૂર્વક ઉતરાણ કરાવી શકાયુ ન હતુ. માટે એ તૂટી ગયુ હતુ. હવે પછીના મિશનમાં એવુ ન થાય એટલા માટે નવા મિશનના લેન્ડરને વધારે મજબૂત બનાવાશે. નવા મિશનમાં કેટલા પે-લોડ હશે અને મિશન પોતે કેવુ હશે તેનો સંપૂર્ણ પ્લાન હજુ તૈયાર થયો નથી. ટૂંક સમયમાં એ તૈયાર થશે.

READ ALSO

Related posts

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

નવા મોટર એક્ટ પછી ટ્રાફિક પોલીસે જપ્ત કરી કરોડો રૂપિયાની કાર, જાણો થયો શું….

pratik shah

મહારાષ્ટ્રમાં સત્તા ન મળતાં ભાજપના નેતાઓમાં ડખ્ખા થયા શરૂ, ફડણવીસ સામે મંડાયો મોરચો

Karan
Do NOT follow this link or you will be banned from the site!