GSTV
Home » News » સરકાર જનતાને આપશે કરંટ, આ મહિનાથી દરેક ઘરમાં લગાવાશે પ્રીપેડ મીટર

સરકાર જનતાને આપશે કરંટ, આ મહિનાથી દરેક ઘરમાં લગાવાશે પ્રીપેડ મીટર

વિજળીની ચોરી રોકવા માટે 1 એપ્રિલથી દરેક ઘરમાં પ્રીપેડ મીટર લગાવવુ અનિવાર્ય કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 2022નું લક્ષ્ય રાખ્યું છે, ત્યારબાદ લોકોને મીટર વગર રિચાર્જ કરાવેલા ઘરમાં વિજળીની સપ્લાય મળશે નહીં. ગ્રાહકોએ મોબાઇલ ફોનની જેમ વિજળીનું રિચાર્જ કરાવવુ પડશે. આ કાર્ય પૂર્ણ થતા જ ગ્રાહકોને ઘરમાં વિજળીના બિલ પહોંચાડવાની પ્રક્રિયા સમાપ્ત થઇ જશે.

ઉત્પાદન વધારવાના સૂચનો

વિજળી પ્રધાન આરકે સિંહે મીટર નિર્માતાઓને સ્માર્ટ પ્રી-પેડ મીટરોનુ ઉત્પાદન વધારવાના સૂચનો આપ્યા છે. તેમણે નિર્માતાઓને કહ્યું કે આવનારા દિવસમાં તેની વધારે માંગ હશે અને આશા છે કે ત્રણ વર્ષમાં બધા મીટર સ્માર્ટ પ્રી-પેડ હશે.

કેટલો ખર્ચો આવશે

માર્કેટમાં અત્યારે સૌથી સસ્તા સિંગલ ફેજ પ્રીપેડ વિજળી મીટર અત્યારે 8 હજાર રૂપિયાના મળી રહ્યાં છે. જોકે, સારી ગુણવત્તાવાળા મીટર ખરીદવા માટે લોકોએ 25 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે.

ઘરમાં લાગશે પ્રીપેડ મીટર

ઉર્જા પ્રધાન આરકે સિંહે કહ્યું કે 2022 સુધી આખા દેશમાં 24X7 બધાને સીધી રીતે વિજળી મળી શકે છે. આ કરવુ જરૂરી છે. દરેક ઘરમાં વિજળીને ફક્ત પ્રીપેડ મીટર દ્વારા સપ્લાય કરવામાં આવશે. પ્રીપેડ મીટર વગર વિજળી ચાલુ કરવાથી દંડ પણ ફટકારવામાં આવશે.

મોબાઇલ ફોનની મદદથી થશે રિચાર્જ

લોકો પોતાના મોબાઇલ ફોન દ્વારા પોતાના વિજળી મીટરને રિચાર્જ કરી શકશે. આરકે સિંહે કહ્યું કે હવે પૉવર કંપનીના કર્મચારી બિલિંગ અને કલેક્શનના કામમાં રહેશે નહીં અને કર્મચારીઓને મીટરની રિડીંગના કામમાં મૂકવામાં આવશે નહીં.

લાઇન લૉસને ઓછુ કરાશે

મીટિંગમાં લાઇન લૉસને ઓછી કરવા પર પણ સહમતિ સધાઇ છે અને જાન્યુઆરી 2019 સુધી 15 ટકાથી નીચે લાવવામાં આવશે. અત્યારે દેશભરમાં લાઇન લૉસ અમૂક રાજ્યોમાં 50 ટકાથી વધુ છે. લાઇન લૉસ એ છે, જે લોકો દોરડા નાખીને કે પછી લોડ લઇને ચોરી કરીને વિજળી લે છે. પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા બાદ લાઇન લૉસ ઘટવાની આશા છે, જેને પગલે આવનારા સમયમાં વિજળીના દર ઓછા થઇ શકે છે.

READ ALSO

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મળી આવ્યો 80 લીટર દેશી દારૂના જથ્થો અને….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!