GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી, અનેક જગ્યાએ પાણી ભરાતા લોકોના હાલ બેહાલ

Last Updated on June 14, 2020 by

ખોખારો ખાઇને પ્રિમોન્સુન કામગીરીના દાવા કરાય છે. પણ ખોખરામાં ખરાબથી ખરાબ હાલત થાય છે. હાટકેશ્વરવાસીઓ વર્ષોથી પાણી ભરાવાની હૈયાવરાળ ઠાલવે છે તો નિકોલ તો જાણે નહેરનો વિસ્તાર હોય ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડવા લાગે છે.

  • ખોખરામાં જાવા મળી ખખડી ગયેલી વ્યવસ્થા
  • હાટકેશ્વરમાં લોકોએ ઠાલવી હૈયાવરાળ
  • નિકોલ જાણે ડેમમાં પડી હોય બખોલ

પ્રાતઃકાળનો સમય હતો ભારે પવન સાથે પધારેલા મેઘરાજાએ ગણતરીના સમયમાં જ અમદાવાદ કોર્પોરેશનના પ્રિમોન્સુન પ્લાનની પથારી ફેરવી નાખી. નીચાણવાળા વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઇ ગયા. સવાર પડતાની સાથે જ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાવા લાગ્યુ. હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. શ્રદ્ધાળુઓ મા ખોડીયારના દર્શને ગયા તો માના મંદિરમાં પણ મેઘરાજા જાણે માતાના ચરણસ્પર્શ કરવા પહોંચી ગયા હતા.

હાટકેશ્વર વિસ્તાર આખોયે જાણે મેઘરાજાની મહેરથી તરબોળ થઇ ગયો હતો. જો કે પાણી ભરવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આવા જ દ્રશ્યો ખોખરામાં જોવા મળ્યા. ખોખરામાં જે રીતે પાણી ભરાયેલા જોવા મળ્યા. તે જોતા તંત્રની જાણે વ્યવસ્થા જ ખખડી ગઇ હોય. નિકોલમાં પણ ગોપાલ ચોક સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. અહીં દર વર્ષે લોકોને આવી જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી લોકોને તંત્ર સમક્ષ ભારોભાર રોષ જોવા મળ્યો હતો.

માનવ મંદિર પાસે ક્રેઇન ખાડામાં ફસાઇ

અમદાવાદમાં સવારે પડેલા વરસાદે તંત્રની ઘોર બેદરકારી છતી કરી છે. વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવાની તેમજ વૃક્ષો પડવાની અનેક ઘટનાઓ બની. શહેરના ગુરૂકુળ વિસ્તારમાં આવેલા માનવ મંદિર પાસે એક ક્રેઇન ખાડામાં ફસાઇ ગઇ. આ ક્રેઇન રાજસ્થાન જઇ રહી હતી. પરંતુ તે દરમ્યાન ગુરૂકુળ રોડ પર ખાડામાં ફસાઇ જતા ક્રેઇનના ચાલકે મનપા તંત્ર સામે રોષ ઠાલવ્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!