પ્રદૂષણ, ઝેરી વાતાવરણ, બિનઆરોગ્યપ્રદ આહાર, ઝડપથી બદલાતી જીવનશૈલી અને કેમિકલ બેસ્ટ પ્રોડક્ટના કારણે આપણાં વાળને ઘણું નુકશાન થાય છે, જેથી વાળ શુષ્ક થવા લાગે છે. સૌથી મોટી સમસ્યા ત્યારે આવે છે જ્યારે 25થી 30 વર્ષના યુવાઓના માંથા પર સફેદ વાળ જોવા મળે છે. વાળ સફેદ થવાને કારણે તેમણે શરમ અને ઓછા આત્મવિશ્વાસથી બે-ચાર થવું પડે છે, એવામાં જરૂરી છે કે તમે આનો ઉપાય તમારા રસોડામાંથી જ કરી શકો છો.

સરસવના બીજ દ્વારા વાળને કરો કાળા
સફેદ વાળને ફરી કાળા કરવા માટે તમે સરસવના બીજનો ઉપયોગ કરી શકો છો, કેમ કે તેના દ્વારા વાળના મૂળને પોષણ મળશે. સાથે તેનાથી હેર કોલ, હેર ડેમેજ અને ડેંડ્રફની સમસ્યાઓથી રાહત મળી જશે.
વાળની આરોગ્ય સમસ્યા માટે સરસવના બીજ ઉપયોગ થઈ શકે છે. સરસવના બીજમાં વિટામિન એ હોય છે, આ તે પોષકતત્વ છે જેના દ્વારા ટાલનું પોષણ અને હેર રિજેનરેશન અને કોલાજેનને બૂસ્ટ કરવામાં મદદ મળે છે.
આ સિવાય સરસવના બીજમાં પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 અને વિટામિન ઇ જેવા ખાસ ન્યુટ્રિએન્ટસ મળી આવે છે. જે વાળની મજબૂતી અને તેમાં ફરી કાળા કરવાનું કામ કરે છે. વિટામિન ઇમાં એંટી ઑક્સિડેન્ટ પ્રૉપટીર્જ હોય છે જે ટાલમાં ફ્રી રેડિકલ એક્ટિવિટીને રોકે છે.
સરસવના બીજને કેવી રીતે કરશો ઉપયોગ?
તેલનો કરો ઉપયોગ
સરસવના બીજથી કાઢવામાં આવેલું તેલ વાળની હેલ્થ માટે કોઈ ઔષધિથી ઓછું નથી. સૌથી પહેલા તેલને ગરમ કરી લો અને પછી વાળ અને ટાલ પર માલિશ કરો. તેનાથી જડમાં બ્લડ સર્ક્યુલેશન વધી જશે અને વાળ ધીરે-ધીરે કાળા થવા લાગશે.
હેર માસ્ક કરો તૈયાર
સૌથી પહેલા સરસવના બીજને પીસી લો અને તેને સૂકવીને પાવડર તૈયાર કરી લો. હવે એક સ્વચ્છ વાસણ લો અને તેમાં એક ચમચી સરસવનો પાવડર અને એક ઈંડું મીક્ષ કરી લો. હવે તેમાં નારિયેળ અને એરંડીનું તેલ મીક્ષ કરતાં હેર માસ્ક તૈયાર કરી લો અને વાળમાં જડ સુધી લગાવી લો. અંતમાં શેમ્પૂ અને પાણીથી માથુ ધોઈ લો.
READ ALSO
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો