GSTV

વાહ રે ભાજપ ! મોદીના પિતાનું અપમાન કરનાર રાષ્ટ્રીય પ્રવક્તા, વફાદારો ઘસી રહ્યાં છે ચંપલ

Last Updated on July 22, 2021 by Pravin Makwana

ભાજપે બુધવારે શાઝિયા ઈલ્મી અને પ્રેમ શુક્લને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવ્યા. ભાજપ પાસે રાજ્યસભાના સભ્ય અનિલ બલુનીના નેતૃત્વમાં 27 રાષ્ટ્રીય પ્રવક્તાની ફોજ છે. પ્રેમ શુક્લની નિમણૂક ભાજપમાં ચર્ચાનો મુદ્દો છે કેમ કે શુકલે શિવસેનાના મુખપત્ર ‘સામના દોપહર’ના તંત્રી તરીકે મોદીના પિતા દામોદરદાસ વિશે અપમાનજનક વાત લખી હતી.

શુકલે 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે લખેલું કે, શિવસેનાએ ભાજપની સ્ટાઈલમાં લોકસભા પહેલાં દાવ કર્યો હોત તો મોદીના બાપ દામોદરદાસ પણ ભાજપને સંપૂર્ણ બહુમતી ના અપાવી શક્યા હોત. ભાજપના નેતા સવાલ કરી રહ્યા છે કે, આ પ્રકારની સૌજન્યહીન અને ગંદી ભાષા વાપરનાર માણસને પ્રવક્તા બનાવવા પડે એવી તે ભાજપની શું મજબૂરી છે ?

ભાજપમાં આ નિમણૂકો સામે એવો ગણગણાટ પણ છે કે ભાજપમાં વરસોથી વફાદારી બતાવનારાંને બદલે પક્ષપલટુઓને ઝડપથી હોદ્દા મળી જાય છે. વરસો લગી પક્ષ માટે કામ કરનારા ચપ્પલો ઘસ્યા કરે છે ને ભાજપને ગાળો દેનારા ભાજપનો ચહેરો બની જાય છે. દિલ્હીનાં શાઝિયા ઈલ્મી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યાં છે.

READ ALSO

Related posts

BIG BREAKING: કોવિડ ગાઈડલાઈન્સ 31 ઓગસ્ટ 2021 સુધી લંબાઈ, MHAનો સ્પષ્ટ નિર્દેશ-સખ્તાઈ યથાવત રાખો

pratik shah

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!