GSTV

એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ આ કારણોસર ત્રીજી વાર કોરોનાનો ટેસ્ટ કરાવ્યો, આવ્યો છે આ રિપોર્ટ

બોલિવૂડની એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ સળંગ ત્રીજી વાર કોરોના વાયરસનો ટેસ્ટ  કરાવ્યો છે અને ત્રીજી વાર નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમની સહમાલિક પ્રિતિ ઝિન્ટા હાલમાં દુબઈમાં છે અને તે આઇપીએલની મેચ વખતે ટીમની સાથે રહેવાની છે. આ માટે તેણે બીસીસીઆઈના નિયમ હેઠળ વારંવાર કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે. આમ ઝિન્ટાએ હજી બે વખત કોરોના ટેસ્ટ કરાવવાના બાકી છે.

ત્રીજી વાર કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો

પ્રિતી ઝિન્ટાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે સોફા પર બેઠેલી છે અને પીપીઈ કિટ પહેરેલી છે. ડોક્ટર તેને તપાસી રહ્યા છે. તેમે કેપ્શનમાં  લખ્યું હતું કે ત્રીજી વાર કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. હું ખુશ છું. હવે બે કોરોના ટેસ્ટ બાકી છે અને ક્વોરન્ટાઇનના બે દિવસ બાકી છે.

પોતાના ભૂતકાળને યાદ કરીને શાહરુખ ખાન સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો

ઉલ્લેખનીય છે કે પ્રિતિ ઝિન્ટાએ થોડા દિવસ અગાઉ પોતાના ભૂતકાળને યાદ કરીને શાહરુખ ખાન સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું કે જુઓ મને જૂની તસવીરમાંથી શું મળ્યું છે. હવે એ ના પૂછતા કે આ ક્યાંથી મળ્યું છે.

READ ALSO

Related posts

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel

સામાજિક સુરક્ષા કે અસુરક્ષા કાયદો / હવે કાયમી નોકરી ગઈ, કરાર આધારે નોકરીએ રખાશે, એક વર્ષની નોકરી હશે તો પણ ગ્રેચ્યુઈટી અપાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!