GSTV
Home » News » Viral Video: મેચ પહેલા પ્રીતિ ઝીન્ટા મોઢું ઢાંકી મંદિર પહોંચી

Viral Video: મેચ પહેલા પ્રીતિ ઝીન્ટા મોઢું ઢાંકી મંદિર પહોંચી

દેશમાં અત્યારે લોકો આઈપીએલના રંગે રંગાયા છે. રવિવારે સાંજે કિંગ્સ ઈલેવન પંજાબનો સામનો રાજસ્થાન રૉયલ્સની સાથે થવાનો છે. પંજાબની ટીમે સતત છેલ્લી બે મેચોમાં હારનો સામનો કર્યો છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મળેલી હાર બાદ પંજાબનો પ્રયત્ન રાજસ્થાનની વિરુદ્ધ જીત નોંધાવી પ્લેઑફની નજીક પહોંચવાનો છે.

પંજાબ ટીમની કૉ-ઓનર પ્રીતિ ઝીન્ટા હંમેશા પોતાની ટીમને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચી જાય છે. દર વર્ષે ટુર્નામેન્ટની અંત સુધીમાં પ્રીતિ ટીમ સાથે હોય છે. પંજાબના ડોમેસ્ટિક મેચ મોહાલી બાદ હવે ઈન્દોરમાં યોજાઈ રહીં છે અને પ્રીતિ અત્યારે ઈન્દોરમાં જ છે. રાજસ્થાન સામેની મેચ પહેલા પ્રીતિ ખજરાના ગણેશ મંદિર ગઈ અને ટીમના વિજય માટે પ્રાર્થના પણ કરી હતી. મંદિરમાં કોઈ તેણીને ઓળખી લે નહીં તે માટે પ્રીતિ પોતાના મુખ પર ચુંદડી ઢાંકીને ગઈ હતી. તેમ છતાં મંદિરમાં ઉપસ્થિત લોકો પ્રીતિને ઓળખી ગયા હતાં. જોકે, તસ્વીર માટે પ્રીતિએ ઈનકાર કર્યા બાદ સ્થાનિક લોકોએ તેણીને વધારે પરેશાન કરી ન હોતી.

CRICKET.GSTV.IN

અશોક ભટ્ટ નામના પૂજારીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પ્રીતિનો આ વીડિયો શેર કર્યો છે. પંજાબની બેટીંગ ક્રિસ ગેલ પર વધારે નિર્ભર છે, જેણે ટુર્નામેન્ટના પાંચ મેચોમાં અત્યાર સ ધી 100.66ની એવરેજથી 302 રન બનાવ્યાં છે. આ સિવાય લોકેશ રાહુલે પણ આઠ મેચોમાં 292 રન નોંધાવી શાનદાર ફોર્મમાં છે. આ લીગમાં પંજાબની સફળતા પાછળ તેના ઓપનર છે. કરૂણ નાયર પણ 209 રન બનાવી ચૂક્યા છે, પરંતુ યુવરાજસિંહ, એરોન ફિંચ અને મયંક અગ્રવાલની નિષ્ફળતા ચિંતાનો વિષય છે.

Related posts

IND Vs NZ: બીજી ટેસ્ટ પહેલાં પિચને લઇને વિવાદ, BCCIએ ઉઠાવ્યાં આ ગંભીર સવાલ

Bansari

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર, આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!