GSTV
Home » News » આ ભાઈએ વિચાર્યુ ‘આજ કુછ તુફાની કરતે હૈ’ અને એક્સના નામ પર રાખી લીધુ બાળકનું નામ, પછી જે હાલત થઈ છે બાપડાની…

આ ભાઈએ વિચાર્યુ ‘આજ કુછ તુફાની કરતે હૈ’ અને એક્સના નામ પર રાખી લીધુ બાળકનું નામ, પછી જે હાલત થઈ છે બાપડાની…

પહેલા બાળકને લઈને કપલ ખૂબ ઉત્સાહિત હોય છે. જન્મ પહેલા જ માતા-પિતા નામ શું રાખવું તે વિચારવાનું શરૂ કરી દે છે પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં બાળકનું નામ રાખવું કપલને એટલું મોંઘુ પડ્યું કે વાત તલાક સુધી પહોંચી ગઈ. સાંભળવામાં ખૂબ અજીબ લાગે છે પણ આવું ખરેખર થયું છે એ પણ આજ દુનિયામાં.

હકીકતમાં 23 વર્ષીય એક મહિલા 7 મહીનાની પ્રેગ્નેન્ટ હતી. બાળકના નામકરણ માટે બન્ને ધણા ઉતાવળમાં હતા અને એજ ચક્કરમાં પતિએ નક્કી કર્યું કે પહેલા બાળકનું નામ એ રાખશે અને તેની પત્ની બીજા બાળકનું નામ રાખી શકે છે. જેમ તેમ કરી બન્ને માની ગયા પરંતુ પત્નીના હોશ ત્યારે ઉડી ગયા જ્યારે તેને ખબર પડી કે તેના પતિએ બાળકનું જે નામ રાખ્યું છે તે તેની એક્સ-ગર્લફ્રેન્ડના નામ સાથે મળતુ આવે છે. પોતાની એક્સ ગર્લફ્રેન્ડને લઈને પતિ દાવો કરે છે કે તે તેને પોતાના જીવથી પણ વધુ પ્રેમ કરતો હતો. હવે પતિને સમજાવીને રસ્તા પર લાવવાનો પણ કોઈ ચાન્સ નથી કારણ કે પતિએ નિર્ણય કર્યો છે કે તે પોતાના બાળકનું નામ એક્સ-ગર્લફ્રેન્ડના નામ પર જ રાખશે. પરંતુ તેના કારણે વાત તલાક સુધી પહોંચી ગઈ.

પત્નીને ડર છે કે પતિની આ જીદના કારણે બન્નેના તલાક થઈ શકે છે. આ મામલે સલાહ લેવા માટે મહિલાએ રેડિટ પર પોતાની કહાની જણાવી. આ કહાની પર લોકોએ ઢગલો રિએક્શન આપ્યા છે. એક મહિલાએ તો કબૂલ પણ ક્યું કે તેનું નામ પિતાની પ્રેમિકાના નામ પર રાખવામાં આવ્યું છે. તેને પોતાના નામથી ખૂબ નફરત છે. તેને પોતાનું નામ ગમે તો છે પરંતુ જ્યારે તેને તે નામ રાખવા પાછળનું કારણ યાદ આવે છે ત્યારે તેને ઉલટી આવા લાગે છે.

Read Also

Related posts

કમલેશ તિવારીની હત્યાના આરોપી ફેઝાનની તસવીર આવી સામે

Nilesh Jethva

જો તમે ફુડ લવર્સ છો તો ભારતના ત્રણ શહેરોની જરૂર કરો શેર, દિલ જીતી લેશે અહીંનો સ્વાદિષ્ટ ટેસ્ટ

Kaushik Bavishi

કારની ઉપર સેક્સ કરતુ કપલ થયુ સીસીટીવીમાં કેદ, 30000નો થયો દંડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!