ફૂગ્ગાની જેમ ફૂલી રહ્યું હતું આ મહિલાનું પેટ, હકીકત જાણીને તબીબો થયા હેરાન

મહિલાઓ પોતાના વજનને લઈને ઘણી ચિંતિત રહે છે અને ડાઈટિંગનું વિશેષ ધ્યાન રાખે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં એક મહિલાની સાથે એક અજીબોગરીબ ઘટના બની જેને જાણીને તબીબો પણ અચંબિત રહીં ગયાં. એક મહિલાનું પેટ સતત વધી રહ્યું હતું, અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોયા બાદ મહિલા ડરી ગઈ હતી અને તબીબો હેરાન થયા હતાં.

ખરેખર, આ કહાની ઈંગ્લેન્ડના સ્વાનસી શહેરમાં રહેતી 28 વર્ષની કીલી ફાવેલની છે. જેનું વજન અચાનક વધવા લાગ્યું હતું અને પેટ ધીરેધીરે ફૂલી રહ્યુ હતું ત્યારે કીલીને લાગ્યું કે તેણી ગર્ભવતી છે. સગર્ભા વિશે જાણીને તેનો જીવનસાથી જેમી ગિબિન્સ ઘણો ખુશ થયો. આ બંને છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે, જ્યારે કીલીએ પ્રેગનન્સી ટેસ્ટ કરાવ્યો તો તેનો આ રિપોર્ટ નેગેટીવ આવ્યો. ત્યારબાદ તેને લાગ્યું કે કદાચ મેદસ્વીતાના કારણે આવુ થઈ રહ્યું છે. વર્ષ 2016માં જ્યારે કીલીની સમસ્યા ઘણી વધી ત્યારે આ મહિલાએ તબીબને બતાવવાનો નિર્ણય કર્યો.

બ્લડ ટેસ્ટનો રિપોર્ટ જોયા બાદ તબીબોએ કહ્યું દવાની આડઅસરના કારણે આવુ થઈ રહ્યું છે. પરંતુ જ્યારે કીલીએ જણાવ્યું કે તેણીએ આ દવાને લેવાની છ મહિના પહેલા જ બંધ કરી દીધી છે. તો તબીબોને પણ લાગ્યું કે તેણી ગર્ભવતી છે અને કન્ફર્મ કરવા માટે તબીબોએ તેને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવા માટે કહ્યું. કીલીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો હતો, આ દરમ્યાન રેડિયોલૉજીસ્ટે જ્યારે પેટની આજુબાજુમાં ડિવાઇસને ફેરવી તો સ્ક્રીન પર કશુ દેખાયુ નહીં. ત્યારબાદ કીલી ખૂબ પરેશાન થઈ. જ્યારે કીલીએ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો તો જાણવા મળ્યું કે તેના પેટમાં ઓવેરિયન સિસ્ટ બની ગઈ છે, જેના કારણે મહિલાનું પેટ વધારે ફૂલી ગયુ છે અને વધારે વજન વધી ગયો છે.

પછી ડૉકટરોએ લગભગ 5 કલાકની સર્જરી કરીને કીલીના પેટમાંથી તે સિસ્ટ નિકાળી. કીલીના પેટમાં અંદાજે 25 કિલોની ટ્યૂમર નિકળ્યું, જે સાત નવજાત બાળકોના વજન સમાન હતું. સર્જરીના કારણે કીલીનું જમણુ ગર્ભાશય પણ નિકાળવુ પડ્યુ. જોકે, તબીબોનું કહેવુ છે કે તેનાથી મહિલાની માતા બનવાની ક્ષમતા પર કોઈ અસર થશે નહીં. સર્જરી બાદ કીલીના પેટમાં 30 સેન્ટિમીટર લાંબુ માર્કનુ નિશાન બનાવ્યું છે. કીલીનું કહેવુ છે કે હું 28 વર્ષની થઈ ગઈ છું, પરંતુ માતા બન્યા પહેલા જ મારા પેટ પર સ્ટ્રેચ માર્કસ બની ગયા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter