તાજેતરમાં જ ટીવીની જાણીતી એક્ટ્રેસ અનિતા હંસનંદાની એટલે કે શગુને ગોવામાં પોતાનો 37મો જન્મ દિવસ ઉજવ્યો. આ અવસરે તેણે પોતાના સસરા સાથે એક તસવીર શેર કરી જેમાં તેઓ બિયર પીતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર સાથે અનિતાએ લખ્યું કે, ખૂબ જ ખાસ બર્થ ડે… તે પણ સસરાની સાથે. હું ખુબ જ ખુશનસીબ છું. આ સરપ્રાઇઝિંગ છે જે પ્રેમ રોહિત રેડ્ડીએ મને આપ્યો.
અનીતાની તસવીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જ્યાં કેટલાંક ફેન્સે અનીતા અને તેના સસરાના બોન્ડિંગની પ્રસંશા કરી તો કેટલાંક લોકોને તેમની વચ્ચેની આ કેમેસ્ટ્રી પસંદ ન આવી. તેના કારણે અનિતાને તેમણે ટ્રોલ કરી અને એવા મેસેજીસ લખ્યાં જેનો ઉલ્લેખ અહીં કરવો યોગ્ય ન ગણાય. હકીકતમાં ગણતરીના લોકો છે જે એવું માને છે કે સસરા અને વહુનું આ રીતે સાથે બેસીને બિયર પીવી અયોગ્ય છે અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. જો કે અનિતાએ ટ્રોલર્સની પરવા ન કરતા તેમને કોઇ જવાબ ન આપવાનું પસંદ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે અમિતા હંસનંદાની 14 એપ્રિલના રોજ 37 વર્ષની થઇ. જન્મ દિવસે અમિતાએ પતિ રોહિત સાથે ગોવામાં ઉજવણી કરી. અહી તેની ફેમિલી સાથે કેટલાંક ફ્રેન્ડ્સ પણ સામેલ હતા. યે હે મહોબ્બતેમાં શગુનનું પાત્ર ભજવતી અનિતા હવે નાગિનની ત્રીજી સિઝનમાં પણ જોવા મળશે.