GSTV
Home » News » મહિલા પ્રેમી સાથે એકાંતમાં હતી અને 4 વર્ષના બાળકે અચાનકથી આવીને ગોળીથી ઉડાવી દીધી

મહિલા પ્રેમી સાથે એકાંતમાં હતી અને 4 વર્ષના બાળકે અચાનકથી આવીને ગોળીથી ઉડાવી દીધી

અમેરિકામાં હત્યાનો અનોખો અને રૂવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ચાર વર્ષના બાળકે પોતાની ગર્ભવતી માતાને ગોળી મારી દીધી. ઘાયલ મહિલાને તરત નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને સારવાર સમયે જ તેનું મોત થયું.

જાણકારી અનુસાર 27 વર્ષની મહિલા પોતાના પ્રેમી સાથે પલંગ પર બસીને ટીવી જોઈ રહી હતી. આવામાં મહિલાનો ચાર વર્ષનો દિકરો પલંગ પર જ રમી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બાળકને ગાદલાની નીચેથી પિસ્તોલ મળી જે લોડેડ હતી. બાળકથી રમત રમતમાં ગોળી ચાલાવાઈ ગઈ અને મહિલાના ચહેરામાં જઈને વાગી. જાણવા મળી રહ્યુ છે કે બાળકે માતાને નિશાનો બનાવીને ગોળી ન હતી ચલાવી. આ ગોળી અજાણે જ ચાલી ગઈ હતી. ઘટનામાં મહિલાનો ચહેરો ખૂબ ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. બાળકના પિતાએ જણાવ્યું કે તેમણે સુરક્ષા માટે પિસ્તોલ કોઈ જોડે માંગી હતી અને તેનું રજિસ્ટ્રેશન પણ ગાયબ છે.

તમને જણાવી દઈએ કે પિસ્તોલને લઈને જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે. તેના અનુસાર પિસ્તોલ રાખનાર માણસ તેની સુરક્ષાને ધ્યાનમાં ન રાખે તો તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે અમેરિકામાં પિસ્તોલ આધારિત હિંસા કોઈ બિમારીની જેમ ફેલાઈ રહી છે. બેન્ક, હોસ્પિટલ અને સ્કૂલોમાં પણ થવા વાળા હુમલામાં દિવસેને દિવસે કેટલાય લોકોના જીવ જાય છે. વર્ષ 2018માં અમેરિકામાં સ્કૂલો પર થયેલા હુમલામાં 113 લોકોની મોત થઈ ચુકી છે.

Read Also

Related posts

પ્રિ વેડિંગ ફોટોશુટ કરાવી રહ્યું હતું કપલ, નદીમાં એવું થયું કે તમે ચોંકી જશો

Path Shah

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar