GSTV
Home » News » VIDEO : સમગ્ર પૂરપ્રકોપની વચ્ચે આનાથી વધુ દુ:ખદ સમાચાર કોઈ ન હોઈ શકે

VIDEO : સમગ્ર પૂરપ્રકોપની વચ્ચે આનાથી વધુ દુ:ખદ સમાચાર કોઈ ન હોઈ શકે

બનાસકાંઠામાં સર્જાયેલ મેઘતાંડવમાં પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત દયનીય બની છે ત્યારે હવે વરસાદ આફત બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે. થરાદના દાંતિયા ગામે ગર્ભવતી મહિલાનું સારવારના અભાવે મોત નિપજ્યું હતું.

બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ તબાહી સર્જાઇ છે ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્વના ધોરણે રાહત અને બચાવ કામગીરી છતાં પણ સ્થિતિ વિકટ જણાઇ રહી છે. આવામાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. વાત કરીએ થરાદ તાલુકાના દાંતિયા ગામની તો, એક મહિલાને પ્રસૂતી પીડા ઉપડી હતી. પરંતુ, પીડાથી કણસતી મહિલાનું સારવારના અભાવે રસ્તામાંજ મોત નિપજ્યું હતું. કરૂણતાની વાત તો એ છે કે, પ્રસૂતીની પીડાથી કણસતી મહિલાને સારવાર માટે ખાટલા પર સુવડાવી લઈ જવામાં આવી હતી. પરંતુ રસ્તામાં પાણી ભરાયા હોવાના કારણે મહિલાનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત બનાસકાંઠાના ખારિયાના એક જ પરિવારના 17 લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જ્યારે આ પરિવારના એક જ સભ્યનો બચાવ થયો હતો.

Related posts

વિવાદીત સ્કોલરે મલેશિયામાં કર્યા ધજાગરા, કાનૂની દાવપેચ પર ઉતરેલા નાયકે અનેક નેતાઓને મોકલી નોટીસ

Riyaz Parmar

બીમારીથી પીડાઈ રહેલા 103 વર્ષના માન કૌરે કહ્યું એશિયન ગેમ્સમાં પદક જીતવુ છે

Kaushik Bavishi

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!