દેશમાં કોરોના વાઇરસનું સંકટ ટળ્યું નથી. ત્યાં બર્ડફ્લૂએ ચિંતા વધારી છે. ડબ્લ્યૂએચઓના રિપોર્ટ પ્રમાણે બર્ડ ફ્લૂના સંક્રમણના કારણે લોકોમાં મૃત્યુદર 60 ટકા જેટલો છે. એટલે કે બર્ડ ફ્લૂથી કોરોના વાઇરસનો મૃત્યુદર ઓછો છે. ત્યારે જોઈએ બર્ડ ફ્લૂથી બચવા શું કરવું?

પક્ષીના સીધા સંપર્કથી બચો
બર્ડ ફ્લૂના વાઇરસથી બચવા માટે પક્ષીઓના સીધા સંપર્કમાં આવવાથી દૂર રહેવું.. ડોમેસ્ટિક પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓમાં સંક્રમણ બાદ માણસમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની શક્યતા વધારે છે, પક્ષીઓનો મળ, લાળ, નાક-મો અને આંખના સ્રાવથી પણ બર્ડ ફ્લૂની બીમારી ફેલાઈ શકે છે.

સ્વચ્છતા જરૂરી
ઘરની છત પર રાખવામાં આવેલી ટાંકી, રેલિંગ અને પાંજરાને સાબુ અને ડિટર્જન્ટથી સારી રીતે સાફ કરવા જરૂરી છે. પક્ષીના મળ અને તેની પાંખના કચરાને સાવધાનીથી સાફ કરવામાં આવે.. પક્ષીઓ થોડુ અંતર રાખવું જરૂરી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષી 10 દિવસ સુધી મળ અને લાળ દ્વારા વાઇરસને ફેલાવી શકે છે.

કાચા માંસથી દૂર રહેવું
દુકાનમાંથી ચિકનની ખરીદી કર્યા બાદ તેને ધોતી વખતે હાથ મોજા અને મો પર માસ્ક પહેરવો જોઈએ. કાચુ માસ અને ઈંડા બર્ડ ફ્લૂ ફેલાવી શકે છે. પોલ્ટ્રી ફાર્મ કે ચિકનની દુકાન પર કોઈપણ વસ્તુને અડવાથી બચવું જોઈએ.. જો કોઈ વસ્તુનો સ્પર્શ કપવામાં આવે તો તુરંત હાથને સેનિટાઈઝ કરવામાં આવે.

યોગ્ય ખોરાક આવશ્યક
બર્ડ ફ્લૂના કારણે ચિકનને 100 ડિગ્રી તાપમાનમાં પકવવું જરૂરી.. કાચું મીટ અને ઈંડાથી દૂર રહેવું જરૂરી છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમામે બર્ડ ફ્લૂનો વાઇરસ તાપમાં સંવેદનશીલ હોય છે. જેથી કુકિંગ ટેમ્પરેચરમાં નાશ પામે છે. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા કર્મચારીથી દૂર રહેવું જોઈએ અને ફ્લૂથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત ન લેવી જોઈએ. તો વળી બર્ડ ફ્લૂના લક્ષણમાં ખાંસી, તાવ, માંથાન દુઃખોવો, માસપેશીમાં દુઃખાવો, બેચેની, નાકમાંથી પાણી પડવાનો સામાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- બરોડા ભાજપનો ક્રાંતિકારી નિર્ણય, ટ્રાન્સજેન્ડરને બનાવ્યા પેજ પ્રમુખ, 100થી વધુને સોંપાઈ કામગીરી
- કેન્દ્ર સરકારની આ યોજનામાં મળશે 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન, આ રીતે લઈ શકો છો ફાયદો
- જો તમે વધુ માત્રામાં બ્રેડ ખાતા હોવ તો સાવધાન! સ્વાસ્થ્ય પર થઇ શકે છે જોખમી અસર
- OMG! સાઈબેરિયામાં બરફ પીગળી તો 40 હજાર વર્ષ જૂનો વાળવાળો મળ્યો ગેન્ડો, જાણી શું છે વિગત…
- રાહતના સમાચાર: કોવિડનો ગંભીર કાળ વીતી ગયો, સિવિલ હોસ્પિટલમાં માત્ર 73 કોરોના દર્દી