GSTV
Home » News » દેશમાં આ જગ્યાએ પ્રતિબંધ મૂકાયો પ્રી-વેડિંગ શૂટ પર, લગ્નમાં ડાન્સ શીખવા નહીં બોલાવી શકે કોરિયોગ્રાફરને પણ

દેશમાં આ જગ્યાએ પ્રતિબંધ મૂકાયો પ્રી-વેડિંગ શૂટ પર, લગ્નમાં ડાન્સ શીખવા નહીં બોલાવી શકે કોરિયોગ્રાફરને પણ

આજ-કાલ દેશમાં પ્રી-વેડિંગ શૂટ અને લગ્નમાં સંગીત માટે કોરિયોગ્રાફરને બોલાવી ડાન્સ શીખવાનું ચલણ વધી ગયું છે, પરંતુ મધ્યપ્રદેશના ભોપાલમાં ઘણા સમાજ અને પંચાયતોએ પોત-પોતાના સમાજમાં આ બધી વસ્તુઓને રોકવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનિય છે કે, ભોપાલના જૈન, ગુજરાતી અને સિંધી સમાજ દ્વારા પ્રી-વેડિંગ શૂટ અને લગ્નમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પાછળ તેમનો તર્ક છે કે, લોકો લગ્નને યાદગાર બનાવવા માટે લાખો રૂપિયા પ્રી-વેડિંગ શૂટ પાછળ ખર્ચી નાખે છે, પરંતુ જ્યારે લગ્ન બાદ સંબંધો તૂટી જાય છે ત્યારે સમાજમાં આખા પરિવારને શરમ અનુભવવી પડે છે. સાથે-સાથે લગ્નનો ખર્ચ પણ બહુ વધી જાય છે.

લગ્નના પ્રોગ્રામમાં કોરિયોગ્રાફરને બોલાવીને ડાન્સ શીખવાની પ્રથાને પણા બધાએ અશ્લીલ ગણાવી છે, તેમનું માનવું છે કે, બહારના લોકો ડાન્સ શીખવાડતી વખતે છોકરીઓને ખોટી રીતે સ્પર્ષ કરે છે, જેમાં અશ્લીલતા દેખાય છે, સાથે-સાથે તેમનું કહેવું છે કે, એવા પણ ઘણા કેસ જોવા મળ્યા છે, જેમાં કોરિયોગ્રાફર દુલ્હનને લઈને ભાગી જાય છે, એટલે તેના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

તો યુવાનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે, તેમનું કહેવું છે કે, તેમને એ નક્કી કરવાની આઝાદી છે કે, તેઓ તેમના લગ્નમાં શું ઈચ્છે છે. આ રીતે પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી. જો પ્રતિબંધ મૂકવો જ હોય તો, દહેજ લેવા અને માંગવા પર મૂકવો જોઇએ. આવાં ફરમાન કરવાથી દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાશે.

Related posts

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

Nilesh Jethva

શું તમે સરળતાથી ચમકદાર તહેરો મેળવવા માગો છો? તો ઘર પર જ કરો આ રીતે ફેશિયલ

Ankita Trada

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!