GSTV

એરપોર્ટ પર મુસાફરો પાસેથી આડેધડ વસૂલાતા ભાડાને લઇ લેવાયો મહત્વનો નિર્ણય, આજથી શરૂ થશે આ સર્વિસ

Last Updated on December 1, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ એરપોર્ટ પરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રી-પેઇડ રીક્ષા સર્વિસ શરૂ થશે. આજથી જ ડોમેસ્ટિક ટર્મિનલ પર પ્રી-પેઇડ રીક્ષા સર્વિસનો પ્રારંભ કરવામાં આવશે. ટર્મિનલના એરાઇવલ ગેટની સામે રીક્ષા બૂથ તૈયાર કરાયું છે. પેસેન્જરોએ બૂથ પર જ ભાડું ચૂકવવાનું રહેશે. રીક્ષા ચાલકો માટે વેક્સિન સર્ટિ અને પોલીસ વેરિફિકેશન ફરજીયાત કરાયું છે. રીક્ષા ચાલકોને વેક્સિનેટેડનું બક્કલ પણ આપવામાં આવશે. મહત્વનું છે કે, મુસાફરો પાસેથી લેવાતા આડેધડ ભાડા સામે પ્રી-પેઇડ રીક્ષા સર્વિસથી રાહત થશે.

ભાડા અંગે ખાનગી રીક્ષા ચાલકોની માથાકૂટ થતી હોવાથી….

મહત્વનું છે કે, મુસાફરો સાથે હાલમાં વસૂલવામાં આવી રહેલા ભાડા અંગે ખાનગી રીક્ષા ચાલકોની માથાકૂટ થતી હોવાથી પ્રિ-પેઇડ રીક્ષા બુથ બનાવવામાં આવી રહ્યાનો એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ રીક્ષા બુથ પર મુસાફરોએ ભાડું રોકડમાં અથવા તો ડિજિટલી ચૂકવવાનું રહેશે. આ રીક્ષા બુથ બન્યા બાદ શહેરના રીક્ષા ચાલકો મુસાફરોને એરપોર્ટ પર ઉતારી શકશે પરંતુ એરપોર્ટથી મુસાફરોને બેસાડીને પરત નહીં ફરી શકે.

હવે રીક્ષા બુથ બનતા રીક્ષા ચાલકોએ મુસાફરદીઠ ચાર્જ પણ ચૂકવવો પડશે

માત્ર આ સર્વિસ સાથે જોડાયેલા જ રીક્ષા ચાલકો એરપોર્ટથી મુસાફરોને જે-તે સ્થળે મુકવા જઈ શકશે. આ સર્વિસ સાથે જોડાયા બાદ રીક્ષા ચાલકોએ મુસાફરો મળવા બદલ નિશ્ચિત ચાર્જ/ રકમ પણ ચૂકવવાની રહશે. હાલમાં રીક્ષા ચાલકોએ એરપોર્ટ પર આવવા બદલ 60 રૂપિયા ચાર્જ ચૂકવવાનો રહે છે જેથી હવે રીક્ષા બુથ બનતા રીક્ષા ચાલકોએ મુસાફરદીઠ ચાર્જ પણ ચૂકવવો પડશે.

rickshaw

જો કે, સાથે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાલમાં એરપોર્ટ પર આવતા ખાનગી રીક્ષા ચાલકો વધારાના મુસાફર દીઠ ચાર્જ ચૂકવવાને લઇને નારાજગી પણ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે કે શક્ય છે કે, આગામી સમયમાં આ રીક્ષા ચાલકો રીક્ષા બુથનો વિરોધ કરે તો કંઇ નવાઇ નહીં.

READ ALSO :

Related posts

UP વિધાનસભા ચૂંટણી/ યોગી આદિત્યનાથ પાસે રેકોર્ડ બનાવવાનો આ છે ગોલ્ડન ચાન્સ, જો જીતી ગયા તો…

Pravin Makwana

ભાજપનું સત્તા સમીકરણ/ દલિત- ઠાકુર અને જાટ પશ્ચિમી યુપીમાં સપાને જોરદાર ટક્કર, ટીકિટ માટે ભાજપે બનાવી છે આ રણનીતિ

GSTV Web Desk

લોટરી લાગી / રાજ્યના પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, આ IPS અધિકારીઓને મળ્યા પ્રમોશન

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!