GSTV
Home » News » વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રી-મોન્સૂનની સમીક્ષા બેઠક યોજાઈ, લેવાયો આ નિર્ણય

વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રી-મોન્સૂનની સમીક્ષા બેઠક યોજાઈ, લેવાયો આ નિર્ણય

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં પ્રી-મોન્સૂનની તૈયારીની સમીક્ષા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારના અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા, એનડીઆરએફ, ડિફેન્સના અધિકારીઓ ઉપરાંત માર્ગ મકાન પરિવહન તથા હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હાલમાં વિવિધ વિભાગની સ્થિતિ ઉપરાંત આફત આવે તો કેવી રીતે કામગીરી કરવી તે અંગે પણ ચર્ચા થઈ હતી.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું છે કે જૂનના ત્રીજા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. વરસાદ સામાન્ય રહેવાની આગાહી છે. તેમ છતા સરકાર વરસાદની ચોક્કસ માહિતી મેળવવા ઈસરોની મદદ લેશે. આ ઉપરાંત વેધર વોચ ગ્રુપની રચના કરી દેવાઈ છે. આવતા અઠવાડિયાથી દર મંગળવારે વેધર વોચ ગ્રુપની બેઠક મળશે.

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!