GSTV
Home » News » સ્કાયમેટે પ્રિમોન્સૂન વરસાદ અંગે આપી ખતરાની ઘંટી, 65 વર્ષમાં બીજી વખત આટલો ઓછો વરસાદ નોંધાયો

સ્કાયમેટે પ્રિમોન્સૂન વરસાદ અંગે આપી ખતરાની ઘંટી, 65 વર્ષમાં બીજી વખત આટલો ઓછો વરસાદ નોંધાયો

delhi weather

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે દેશમાં પ્રિમોન્સૂન વરસાદ 65 વર્ષમાં બીજી વખત આટલો ઓછો નોંધાયો છે. ત્રણ મહિનાના સમયગાળાનાં ચોમાસા અગાઉની સીઝન માર્ચ, એપ્રિલ અને મેં 25% ઓછા વરસાદ સાથે ખતમ થઇ હતી. સ્કાયમેટના જણાવ્યાં અનુસાર ચાર હવામાન ડિવિઝનો ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ – પૂર્વોત્તર ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં અનુક્રમે 30%, 18%,14% અને 47% ઓછો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સ્કાયમેટે ખેડૂતોને વાવણી અંગે પણ સલાહ આપી છે. સ્કાયમેટે જણાવ્યું હતું કે ચાલુ ખરીદ સીઝનમાં ચોમાસામાં વિલંબની આશંકાને પગલે ખેડૂતોએ જોખમથી બચવા માટે ખરીફ પાકોની વાવણી મધ્ય જૂન બાદ કરવી જોઈએ. ખાનગી હવામાન આગાહીકર્તા સ્કાયમેટ મુજબ ખેડૂતોએ પાકની વાવણી 10-15 દિવસ બાદ કરવી જોઈએ. વધુમાં તેણે જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ,તેલંગાણા, ઉત્તર કર્ણાટકની સાથે મધ્ય ભારતના રાજ્યોમાં ચોમાસુ વિલંબથી આગમન કરશે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં દેશનો 40% ભાગ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેવું IIT ગાંધીનગરે જણાવ્યું હતું. મળતી વિગત અનુસાર કોઈ ઠોસ પગલાં ભરવામાં નહીં આવે તો ભારતનો અડધો હિસ્સો દુષ્કાળની ચપેટમાં આવી શકે છે. પ્રિમોન્સૂન વરસાદ એક સૂચક છે. હાલ સમગ્ર દેશમાં તેનો 23% ઘટાડો નોંધાયો છે તેમજ ભારતના લગભગ બે તૃતિયાંશ હિસ્સામાં અછત તેમજ અતિ અછત નોંધાઈ છે.

જે 65 વર્ષના સમયગાળા દરમિયાનના સૌથી ઓછા વરસાદ તરીકે નોંધાયું છે. આ સમયગાળામાં 49%ની ઘટ સાથે દક્ષિણ ભારતના રાજ્યો સૌથી વધુ અછતનો સામનો કરી રહ્યા છે. ભારતમાં સરેરાશ વરસાદને કારણે અમુક દેશના અમુક હિસ્સાઓની પ્રાદેશિક ખામીઓને નિવારી શકે છે તેમજ જમીનનાં ભેજસ્તરમાં સુધારો આવે છે. જો કે વર્તમાન સમયમાં પ્રિમોન્સૂન વરસાદની ઘટને કારણે ગ્રામીણ ભારતમાં તણાવ તેમજ પાણીની તંગીની સમસ્યા ઉભી થઇ છે.

READ ALSO

Related posts

Twitter થયું કડક, નેતાઓના વિવાદીત ટ્વિટને લાઈક અથવા શેર નહીં કરી શકે યૂઝર

Kaushik Bavishi

MTNL-BSNLનાં કર્મચારીઓ આનંદો, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

pratik shah

PMC બેન્ક કૌભાંડઃ પોલીસે કરી બેન્કના પૂર્વ ડાયરેક્ટરની ધરપકડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!