GSTV
Home » News » થોડા વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ, પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી

થોડા વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ, પ્રિમોન્સુન પ્લાનની પોલ ખુલી

વરસાદ થોડોને હાલાકી જાજી. આ અમદાવાદની વાસ્તવિક સ્થિતી છે. અમદાવાદ ભલે સ્માર્ટ સીટી બન્યુ પરંતુ અમદાવાદની હાલત ખરાબ થઇ જાય છે થોડા વરસાદમાં. દર વર્ષે કરોડોનો પ્રિમોન્સુન પ્લાન બનાવાય છે અને થોડા વરસાદમાં જ કરોડો રૂપિયા જાણે પાણીમાં જતા હોય તેવા દ્રશ્યો સર્જાય છે.

દિવસે ન વધે તેટલું રાત્રે વધતુ શહેર એટલે અમદાવાદ. હેરીટેજ સીટી બની ગયું. સ્માર્ટ સીટી બની ગયું. મેટ્રો શહેર જેવી સુવિધાઓના નામે કરોડો રૂપિયા ખર્ચાવા લાગ્યા. પરંતુ આટઆટલો ખર્ચો કરવા છતા શું આ ખર્ચો લેખે લાગ્યો છે. આ સવાલ એટલા માટે કરવો પડે કેમકે અમદાવાદમાં 2 ઇંચ જેટલા હળવા વરસાદથી જ હાલાકી શરૂ થઇ જતી હોય તો પછી 10 ઇંચ જો વરસાદ વરસે તો શું સ્થિતી સર્જાઇ.

આ જે દ્રશ્યો સ્માર્ટ સીટી અમદાવાદના છે. અમદાવાદ જેના માટે ગુજરાતના બજેટમાં તેને ડેવલપ કરવા માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. વરસાદી પાણી ન ભરાય તે માટે પ્રિ-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ તે પ્લાન અહીં કાગળ પર જ દેખાઇ રહ્યો છે. અમદાવાદની આવી સ્થિતિ જો 2 ઇંચ વરસાદમાં સર્જાતી હોય તો પછી 8-10 ઇંચ જેટલો વરસાદ વરસે તો શું પરિસ્થિતિ થાય તે તો આ જોઇને જ વિચારી શકાય છે. ત્યારે આ સ્થિતી અંગે થોડા સમય પહેલા જ અમદાવાદના મેયરે એવો જવાબ આપ્યો હતો કે દરેક શહેરોમાં પાણી ભરાતા જ હોય છે.

READ ALSO

Related posts

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur

એમેઝોન અને ફ્લિપકાર્ટે એક સપ્તાહમાં ભારે ડિસ્કાઊન્ટ આપી ત્રણ અરબ ડોલરનો માલ વેચતા સરકાર વિચારમાં લીન

Mayur

બોલિવૂડનું ક્યૂટ કપલ ગણાતું સારા અને કાર્તિક આર્યન શા કારણે થઈ ગયાં અલગ…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!