GSTV

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

ટ્રેન

Last Updated on September 17, 2021 by Damini Patel

પ્રયાગરાજમાં સગાંનો મૃતદેહ રેલવેના માધ્યમથી લઈ જનારા એક કુટુંબે સોમવારે ખૂબ મોટો આંચકો અનુભવ્યો હતો. મુંબઈ વારાણસી સ્પેશિયલ એક્સપ્રેસના ગાર્ડના ડબ્બામાં મુકેલ પેટીમાંથી મૃતદેહ જ ગાયબ થઈ ગયો હતો. તેથી પરિવારજનોએ પ્રયાગ રેલવે સ્ટેશન પર હોબાળો મચાવી દીધો હતો.

શબપેટી માંથી મૃતદેહ ગાયબ

train

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ પાસે ના બુરહપુર ગામની એક મહિલાનું મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ મહિલાનો મૃતદેહ શબપેટી માં મૂકી તેમના કુટુંબીજનોએ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રસ્તામાં જ શબપેટી માંથી મૃતદેહ ગાયબ થઈ ગયો હતો. સોમવારે રાત્રે ટ્રેન પ્રયાગરાજ સ્ટેશને પહોંચી ત્યારે ગામના ડબ્બામાં આવેલી શક્તિમાન મૃતદેહ મળ્યો નહોતો. ત્યારબાદ સગાસંબંધીઓ આપેલી ફરિયાદ પ્રમાણે રેલવે પ્રશાસને મૃતદેહની શોધ શરૂ કરી હતી. અને ૧૨ કલાકની જહેમત બાદ મૃતદેહ પ્રયાગરાજથી ૨૦૨ કિલોમીટર દૂરના ટ્રેક પર મળી આવ્યો હતો.

શનિવારે મૃત્યુ નિપજ્યું હતું

વિસ્તૃત માહિતી પ્રમાણે પ્રતાપ લગઢ પટ્ટી તાલુકા પરિસરના બુરહપુર ગામના રહેવાસી વહાબ શેખના ૫૬ વર્ષીય પત્ની સરવારી બેગમ ગંભીર બિમારીથી પીડિત હતા. તેમના પર મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર શરૂ હતી. સારવાર દરમિયાન શનિવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમની અંતિમ ઇચ્છા તેમના ગામ નજીક મૃતદેહ દફનાવવાની હોવાથી તેમના પરિવારજનોએ કુર્લા વારાણસી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દ્વારા મૃતદેહને ગામમાં લઈ જવાનું આરક્ષણ કરાવ્યું હતું. પરંતુ રસ્તામાં મૃતદેહ ગાયબ થઈ જતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

પરિવારજનોએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૃતદેહની શોધખોળ શરૂ કરાઇ હતી. બાર કલાકની શોધખોળ બાદ તેમનો મૃતદેહ‌‌ પ્રયાગરાજ થી ૨૦૨ કિલોમીટર દૂર આવેલા મધ્યપ્રદેશના મૈહર સ્ટેશન પાસેના ટ્રેક પર મળી આવ્યો હતો. કે મૃતદેહ પેટમાંથી બહાર કઈ રીતે આવ્યો અને આ સ્ટેશન પાસે કઈ રીતે મળ્યો તે બાબત જાણી શકાઈ‌ નથી.

Read Also

Related posts

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

હવે લોકો સાથે નહીં થાય અન્યાય, શરૂ થઇ ગયો વિકાસનો યુગ : જમ્મુ-કાશ્મીરમાં અમિત શાહની હૂંકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!