GSTV

અયોધ્યામાં ભૂમિપૂજનમાં આમંત્રણ ન મળતા પ્રવિણ તોગડીયા થયા ભાવૂક, જૂના સ્મરણો વાગોળતા કહી દીધી આ મોટી વાત

અયોધ્યામાં રામ મંદિર બનાવવાની વાતથી જ સંઘના અશોક સિંઘલ અને વીએચપીના પ્રવીણ તોગડિયાનું નામ અગ્રક્રમે આવે. જો કે હાલ રાજકીય અને વૈચારિક મતભેદના કારણે પ્રવીણ તોગડિયા વીએચપીથી અલગ થઈ ગયા છે. અયોધ્યામાં 5 તારીખે રામ નામનો પહેલો પથ્થર મુકાશે, ત્યારે પ્રવીણ તોગડિયાએ રામ મંદિરને લઈને પોતાના સંસ્મરણો મમળાવ્યા હતા તો કેટલીક વાતને લઈને વસવસો પણ વ્યક્ત કર્યો હતો

કેટલાંક લોકો બાબરી મસ્જિદને વોટ મશીન ગણતા

પ્રવીણ તોગડિયા, એક એવું નામ કે જેને યાદ કરતા જ રામ મંદિર અને 90ના દશકામાં જોવા મળેલી ચળવળ યાદ આવે. રામ જન્મભૂમિ ચળવળ વખતે માત્ર 35 વર્ષના જ પ્રવીણ તોગડિયા આજે વરિષ્ઠ નાગરિકોની હરોળમાં સામેલ થયા છે. જો કે 90ના દશકાની કારસેવાને યાદ કરતા તેમના રોમેરોમમાં ફરી યુવાનીનો તરવરાટ જોવા મળે છે અને તે વખતની ઘટનાના સંસ્મરણો યાદ કરી જાણે ગઈકાલે બની હોય તે રીતે તાદ્રશ્ય કરે છે. વાકચાતુર્યમાં પ્રવીણ એવા એએચપીના પ્રમુખના મતે તે સમયે ઘણાં લોકોએ બાબરીનો ગુંબજ ન તૂટે તેવા પ્રયાસ કર્યા હતા. કેટલાંક લોકો બાબરી મસ્જિદને વોટ મશીન ગણતા હતા.

પાયાના કાર્યકરને શિલાન્સનું આમંત્રણ નહીં

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખના મતે અયોધ્યા જ નહીં પરંતુ 1991ના કાયદા હેઠળ મથુરા અને કાશીમાં પણ મંદિર નિર્માણ જોઈએ અને મૂળ ધરોહર જળવાવી જોઈએ. પ્રવીણ તોગડિયાએ અયોધ્યામાં રામ મંદિરના પ્રથમ પથ્થર મૂકાવવાનો છે ત્યારે કેટલાંક સંતોને આમંત્રણ નથી અપાયું તે અંગે દુઃખ વ્યક્ત કર્યુ. રામ મંદિર આંદોલનના પાયાના કાર્યકર એવા પ્રવીણ તોગડિયાને અયોધ્યામાં શિલાન્યાસને લઈને આમંત્રણ મળ્યું નથી. જો કે આ વાતને તેઓ ગૌણ ગણે છે રામ મંદિરના નિર્માણ માટે જે કંઈ સેવાનો મોકો મળ્યો તેનાથી રાજીપો અનુભવે છે.

Related posts

રાહુલ ગાંધીએ PM મોદી ઉપર સાધ્યુ નિશાન- કાશ, COVID એક્સેસ સ્ટ્રેટેજી જ ‘મનની વાત’ હોત

Mansi Patel

હવે ડ્રાઈવિંગ સમયે પણ કરી શકાશે મોબાઈલ ફોનનો ઉપયોગ, પણ માનવી પડશે આ શરતો! ઓક્ટોમ્બરથી જ લાગુ થશે નવા નિયમો

Arohi

બેંકોની હાલત સુધારવા મોદી સરકાર કરશે મદદ, સરકારી બેંકોને ત્રીજા ક્વાર્ટરમાં 20,000 કરોડની આપશે સહાય

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!