GSTV

પેગાસસ જાસૂસી / ફોન ટેપિંગમાં VHP ના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાનું પણ નામ, જાસૂસીને લઇને આપ્યું મોટું નિવેદન

Last Updated on July 20, 2021 by Dhruv Brahmbhatt

ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસ જાસૂસી પ્રકરણમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે એમાં અનેક મોટા માથાઓની જાસૂસી થતું હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયેલની સોફ્ટવેર કંપની પેગાસસ દ્વારા જે લોકોના ફોન ટેપિંગ થયા છે. તેમાં વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાનું પણ નામ જોડાયેલું છે. ત્યારે તેઓએ સમગ્ર જાસૂસી કાંડ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘જાસૂસી પાકિસ્તાની એજન્ટ દ્વારા થાય છે. જાસૂસી કરનારાઓએને પ્રવિણ તોગડિયા સાથે પ્રેમ નથી પરંતુ તેમના અવાજ સાથે પ્રેમ છે અને આથી ફોન ટેપિંગ કરી મારો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે.’ તેમ તેઓએ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસ જાસૂસી પ્રકરણમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. ત્યારે એમ પણ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના ચીફ રહેલા રાહુલ ગાંધી સહિત ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સરકારના નિશાન પર રહ્યાં હતાં. આટલું જ નહીં પણ મોદી સરકારમાં હાલ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની પણ જાસૂસી થઈ રહી હતી.

રાહુલ ગાંધીના બે નંબરની જાસૂસી, કોંગ્રેસનો દાવો- અમિત શાહ રાજીનામું આપે

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીના બે નંબરો 2018ના મધ્યથી 2019 સુધી જાસૂસી કરવામાં આવી હતી. આ દરમિયાન લોકસભા ચૂંટણી ચાલી રહી હતી. રાહુલ ગાંધીએ હવે આ બંને નંબર વાપરવાનું બંધ કરી દીધુ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે, ભારતીય જાસૂસ પાર્ટી બેડરૂમની વાતો પણ સાંભળી રહી હતી. કોંગ્રેસે આ મામલે ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માગ કરી છે. આ બાજૂ અમિત શાહે કહ્યુ હતું કે, ભારતને બદનામ કરી વિકાસમાં અડચણો ઊભી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ કારણવગરનું તેને મુદ્દો બનાવીને દેશને બદનામ કરવા માગે છે.

મોદી સરકારના મંત્રીઓ પણ ટાર્ગેટમાં, ઘરના કુક, માળીના નંબરની પણ જાસૂસી

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પોતાના જ મંત્રીઓની જાસૂસી કરવામાં લાગેલી હતી. પ્રહલાદ પટેલ તેમના ખાસ ટાર્ગેટમાં હતા. લીક લિસ્ટથી જાણવા મળે છે કે, ફક્ત તેમનો નંબર જ નહીં પણ તેમના પત્નિ અને તેમની સાથે જોડાયેલા અન્ય 15 લોકોના નંબર પણ જાસૂસના ટાર્ગેટમાં હતાં. તેમાં કુક અને માળીના નંબર પણ શામેલ હતા. અશ્વિની વૈષ્ણવનો નંબર 2017માં ટાર્ગેટ હતો. જો કે તે સમયે તેઓ ન તો મંત્રી હતા કે ન તો સાંસદ હતા. આ દરમિયના તેઓ ભાજપના સભ્ય બન્યા ન હોતા.

પ્રશાંત

પ્રશાંત કિશોરની જાસૂસી

પ્રશાંત કિશોરમાં પણ સરકારને ખાસ રસ રહ્યો છે. ફોરેંસિક એનાલિસ્ટ મુજબ તેમનો ફોન 14 જૂલાઈએ બંધ થઈ ગયો કે, જો કે, પીકેએ 2014માં તત્કાલિક ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી માટે રણનીતિ તૈયાર કરી હતી. જો કે ત્યાર બાદ તેમના પસંદગીના નેતામાં મોટા ભાગે ભાજપના મોટા નેતા જ વિરોધમાં રહ્યા છે. મમતાની હાલમાં થયેલી જીતમાં પણ તેમનો હાથ હોવાનું સામે આવ્યુ છે. તેનાથી ભાજપ ખુબ નારાજ છે.

મુખ્ય ચૂંટણી પંચના અધિકારી પણ ટાર્ગેટ પર

સરકારે ચૂંટણી પંચ આયોગ અશોક લવાસાની પણ જાસૂસી કરાવી. પૂર્વ ચૂંટણી આયોગ અશોક લવાસાએ 2019માં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ ફરિયાદો પર ચૂંટણી પંચના નિર્ણય પર અસહમતિ આપી હતી. તેમણે ચૂંટણી પંચની બેઠકોમાં ભાગ લેવાનું પણ બંધ કરી દીધુ હતું. તેમનું કહેવુ હતું કે, તેમની વાતો કોઈ સાંભળી રહ્યુ છે. તેઓ પણ સરકારના ટાર્ગેટ પર હતાં.

300 ભારતીયોના નંબરોની જાસૂસી

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લીક થયેલા ડેટામાં 300 ભારતીય મોબાઈલ નંબર છે. જેમાંથી 40 મોબાઈલ નંબર ભારતીય પત્રકારોના છે. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ, હાલના, પૂર્વ પ્રમુખ, અધિકારી અને બિઝનેસમેન શામેલ છે. આ નંબરોને 2019ની લોકસભા ચૂંટણી પહેલા 2018-19ન વચ્ચે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી અને ટીએમ પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ગજબ / મુંબઈથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં રાખેલી શબપેટીમાંથી મૃતદેહ ગાયબ

Damini Patel

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana

મેઘ મલ્હાર/ કડાકા ભડાકા સાથે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં પડશે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં મેઘરાજા એક્ટિવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!