GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રામમંદિર : તોગડિયા મેદાને, 21 ઓક્ટોબરની અયોધ્યા કૂચનો કાર્યક્રમ તો થશે જ !

2019ની લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રામમંદિર નિર્માણના મામલો સપાટી પર આતો દેખાઈ રહ્યો છે. આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સહીત રાજકીય પક્ષોના ઘણાં નેતાઓના નિવેદનો વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અયોધ્યા કૂચના કાર્યક્રમને લઈને મક્કમ છે. જો કે ફૈઝાબાદ જિલ્લા વહીવટી તંત્રે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદને અયોધ્યા કૂચના કાર્યક્રમને મંજૂરી આપવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. જો કે આમ છતાં વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ નેતા અને હવે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા અયોધ્યા કૂચના ઘોષિત કાર્યક્રમ પર મક્કમ છે.

તેમણે કહ્યુ છે કે પૂર્વનિયોજિત કાર્યક્રમ માટે દેશભરમાંથી હિંદુઓ યોજના બનાવીને નીકળી ચુક્યા છે. તેવામાં કાર્યક્રમ તો થશે જ . તેમને હજી સુધી વહીવટી તંત્ર તરફથી પ્રતિબંધ બાબતે કોઈ જાણકારી મળી નથી. તેઓ તો સંસદમાં કાયદો બનાવીને રામમંદિર બનાવવાની માગણી કરી રહ્યા છે. મોહન ભાગવતે પણ આ જ માગણી હિંદુ જનમાનસની સામે મૂકી છે. આ માગણી પર લોકતાંત્રિક ઢબે યાત્રા કાઢવાની યોજના છે. તોગડિયાએ કહ્યુ છે કે વહીવટી તંત્રે મંજૂરી આપવી જોઈએ, નહીંતર માનવામાં આવશે કે કેન્દ્ર અને યુપી સરકાર મોહન ભાગવતનો જ વિરોધ કરી રહી છે. કોઈપણ સરકાર હિંદુઓને અયોધ્યા આવવાથી કેવી રીતે રોકી શકે.

તોગડિયાએ દાવો કર્યો છે કે નિર્ધારીત સમય અને દિવસે હિંદુઓ દેશના ખૂણે-ખૂણેથી આવશે અને પૂર્વનિયોજીત કાર્યક્રમ અયોધ્યા ખાતે કરવામાં આવશે. 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા અયોધ્યા કૂચનો કાર્યક્રમ યુપીના પાટનગર લખનૌથી શરૂ થવાનો છે. તમામ કાર્યકર્તાઓ લખનૌથી બારાબંકી પગપાળા પહોંચવાના છે. ત્યાંથી તેઓ વાહનો દ્વારા 22 ઓક્ટોબરે સવારે અયોધ્યા પહોંચીને 24 કલાકનું સામુહિક અનશન કરવાના છે. 23 ઓક્ટોબરે સંતોના માર્ગદર્શનમાં સરયૂ તટ પર સંકલ્પ સભાનું આયોજન અને રામમંદિર નિર્માણ માટે સરકાર દ્વારા કાયદો બનાવવાની પણ માગણી કરવામાં આવશે. બાદમાં તમામ કાર્યકર્તાઓ રામજન્મભૂમિ ખાતે રામલલ્લાના દર્શન કરવા માટે જવાના છે.

 

 

 

Related posts

JEE-NEETની પરિક્ષા માટે એપ્લીકેશન વિંડો ખુલ્લી, બદલી શકો છો તમારૂ પરિક્ષા કેન્દ્ર

Mansi Patel

અમેરિકામાં કોરોના દર્દી સાથે પાર્ટીનો ચાલ્યો છે ટ્રેન્ડ, સૌથી પહેલા સંક્રમિત થનારને મળે છે પૈસા

Harshad Patel

ચીન સાથે તણાવનું રિઝલ્ટ શૂન્ય, ભારત પાસે છે હવે આ 3 વિકલ્પો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!