GSTV
Home » News » મોદીના મિત્રનું મોટું નિવેદન, 43 વર્ષની દોસ્તીમાં એમને કોઈ દિવસ ચા વેચતા નથી જોયા

મોદીના મિત્રનું મોટું નિવેદન, 43 વર્ષની દોસ્તીમાં એમને કોઈ દિવસ ચા વેચતા નથી જોયા

પ્રવીણ તોગડીયા અને નરેન્દ્ર મોદી વચ્ચેનો સંઘર્ષ હવે જૂનો થઈ ગયો છે. ત્યારે આજે ફરી એકવાર વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 43 વર્ષ જૂની દોસ્તી છે. પણ તેમણે કોઈ દિવસ તેમને ચા વેચતા નથી જોયા. તેમણે પ્રધાનમંત્રીની ચા વેચવાવાળી છબિ માત્ર સહાનૂભુતિ હાસિલ કરવા માટે રાખી હતી.

આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રામ મંદિર બનાવવાની કોઈ ઈચ્છા નથી. તોગડીયાએ એક રિપોર્ટને લઈ નિશાન સાધતા કહ્યું કે, પ્રધાનમંત્રીના નિવેદન બાદ ત્યાં સુધી કે આરએસએસના નેતા ભૈય્યાજી જોશીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી પાંચ વર્ષ સુધી રામ મંદિર નહીં બને. આ બે સમૂહો (બીજેપી અને રામ મંદિર) દેશની 125 કરોડ જનતાને અંધારામાં રાખવાનું કામ કર્યું છે. પણ હવે દેશનો હિન્દુ જાગી ચૂક્યો છે.

તોગડીયાએ કહ્યું કે, 9 ફેબ્રુઆરીના રોજ હિન્દુઓની નવી પાર્ટીનું એલાન કરવામાં આવશે અને આ પાર્ટી ચૂંટણી જીતી જશે તો આગલા દિવસે જ રામ મંદિર બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ફરી એક વખત ટીપ્પણી કરતા તોગડીયાએ કહ્યું હતું કે, ત્રણ તલ્લાક બિલ લાવવા માટે અડધી રાતે સંસદ ચલાવી શકે છે પણ આવું જ રામ મંદિરના મુદ્દા પર નથી કરી શકતા.

તોગડીયાએ કહ્યું કે, મોદી જો બીજી વખત ચૂંટણી જીતી જાય તો પણ રામ મંદિર નહીં જ બનાવે કારણ કે ભાજપ અને આરએસએસના જીવનનો તે આધાર છે. એક મુદ્દો ચાલ્યો ગયો તો આ બંન્ને પાસે કંઈ નહીં વધે અને બધુ ખત્મ થઈ જશે. તોગડીયાએ કહ્યું કે આ માટે જ તેઓ આ મુદ્દાને બનાવી રાખવા માગે છે.

તોગડીયાએ દાવો કર્યો છે કે, એક વખત તેમની પાર્ટી સત્તા પર આવી જશે તો કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 35A રદ્દ થઈ જશે અને કોઈ પણ ત્યાં જમીન ખરીદી શકશે. તેમણે વધુમાં કહ્યું કે, પત્થરબાજોને પાઠ ભણાવવામાં આવશે. વર્ષ 2019ની ચૂંટણી હાર્યા બાદ મોદીને ગુજરાત અને ભૈય્યાજી જોશીને નાગપૂર પરત ફરવું પડશે.

Read Also

Related posts

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!