GSTV
Cricket IPL 2020 Sports Trending

IPL 2020: દિલ્હી કેપિટલ્સમાં અમિત મિશ્રાની જગ્યાએ આ બોલરનો સમાવેશ

ઈજાને કારણે આઈપીએલ-13માંથી બહાર થઇ ગયેલા લેગ સ્પિનર અમિત મિશ્રાની જગ્યાએ દિલ્હી કેપિટલ્સમાં પ્રવીણ દુબેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફ્રેન્ચાઇઝીએ સોમવારે નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. કર્ણાટકના દુબેએ પોતાના રાજ્ય માટે 14 ઘરેલું ટી-20 મેચ રમી છે અને 6.87ની સરેરાશથી 16 વિકેટ ઝડપી છે.

અમિત મિશ્રા ત્રીજી ઓક્ટોબરે શારજાહમાં કોલકાતા નાઈટ રાઇડર્સની વિરુદ્ધની મેચમાં રમ્યો હતો અને એ વખતે તેના હાથની આંગળી પર ઈજા થઈ હતી. તેથી તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. તેની સર્જરી થઇ છે અને હાલમાં તે સ્વસ્થ થઈ રહ્યો છે.

આઈપીએલમાં ત્રણ હેટ્રિક લેનારા અમિતે આ સિઝનમાં માત્ર ત્રણ મેચ રમી હતી અને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.

અમિતે કહ્યું હતું, ‘મને ખબર ન હતી કે આ ઈજા આટલી ગંભીર બની જશે. મને એમ લાગ્યું હતું કે આ માત્ર એક અથવા બે મેચ માટે જ હશે. હું રમતી વખતે બોલને પકડતાં, મારું 100 ટકા યોગદાન આપતાં ઈજાગ્રસ્ત થયો હતો, તે સંતોષકારક છે. આ ફિટનેસને સંબંધિત ઈજા નથી, તેથી હું ઠીક છું.’

READ ALSO

Related posts

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu
GSTV