GSTV
Home » News » કાંસમાં પ્રદર્શિત થશે આ ભારતીયની ફિલ્મ

કાંસમાં પ્રદર્શિત થશે આ ભારતીયની ફિલ્મ

વિશ્વ પ્રસિધ્ધ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી કલાપારખુ હસ્તિઓ તેને માણવા આવતી હોય છે. ભારતમાંથી ઐશ્વર્યા રાય, દીપિકા પદુકોણ અને મલ્લીકા શેરાવત જેવાં બોલિવુડ સ્ટાર તેમાં હાજરી આપી.જેમાં આ વર્ષે ભારતનાં એક ફિલ્મ મેકરની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત થવાં જઈ રહી છે. તો જાણો કોણ છે એ વ્યક્તિ ? એ વ્યક્તિનું નામ છે પ્રશાંત નાયર. જેની શોર્ટ ફિલ્મ ‘દેવીવકાનામ’ આ વર્ષે કાંસમાં રજુ થશે. તમને એમ કહેવામાં આવે કે પ્રશાંત એક આઈ.એ. એસ. ઓફિસર છે તો તમને નવાઈ જ લાગે!

આ અંગે જણાવતા પ્રશાંત કહે છે કે બચપણથી જ તેને સિનેમેટોગ્રાફર બનવાનો શોખ હતો પણ જીંદગીમાં પ્રાયોરિટિઝ બદલાતી ગઈ.અને તે આઈ.એ.એસ. બની ગયા.તેઓ કોઈમ્બતુરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે એક સ્વૈચ્છીક સંસ્થાએ તેમને ‘કંપેશનેટ કોઈમ્બતુર’ નામની એક શોર્ટ ફિલ્મનો પ્રોજેક્ટ સજેસ્ટ કર્યો. જેમાં તેમને શહેરની વિવિધ સામાજીક અને માનવતાની પ્રવૃતિઓ દર્શાવવાની હતી.તેમને આ માટે એક એજંસીનો સંપર્ક સાધવાનું વિચાર્યુ.પણ તે પહેલાં તેમને જ આ પ્રોજેક્ટ કરવાનું વિચાર્યુ.

આ પ્રોજેક્ટ બાદ ફિલ્મ મેકિંગનો અભ્યાસ કરવા 10 મહીના શીખ્યા. ત્યારબાદ અંજલી મેનનની પ્રેરણાથી તેમણે શોર્ટ ફિલ્મ બનાવી. ફિલ્મની કથા એક જ્યોતિષનાં ભવિષ્ય જાણવા અંગે કરેલાં સંઘર્ષની ગાથા છે. ફિલ્મમેકર કહે છે કે તેમણે ફિલ્મમાં વિઝ્યુલાઈઝેશનનો બખુબી ઉપયોગ કર્યો છે. આ કામથી તેને સર્જનાત્મક સંતોષ મળ્યો છે. તેમ તે જણાવે છે.

 

Related posts

ચોરીના આરોપમાં બે યુવકોની જોરદાર માર મરાયો, પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ અને સ્ક્રૂ ડ્રાઈવર નખાયા

Karan

Google Flightsથી શોધો સસ્તી ફ્લાઈટ; દુનિયાના કોઈ પણ ખુણામાં જવા માટે થઈ શકશે બુકિંગ, મળશે આ ખાસ ફીચર

Mansi Patel

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ રાજ્યભરમાંથી પોલીસ બોલાવવામાં આવી, કુલ 20,000 પોલીસ કર્મચારીઓ ખડેપગે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!