GSTV
Gujarat Government Advertisement

JDU સાથે છેડો ફાડનારા પ્રશાંત કિશોર હવે મોદીના સૌથી મોટા વિરોધી પક્ષ સાથે જોડાવાની તૈયારીમાં

Last Updated on January 30, 2020 by Mayur

બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમાર સાથે વિવાદને લઇને પક્ષમાંથી બહાર થયા બાદ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકીય ભવિષ્યને લઇને અટકળો તેજ થઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. જો કે પ્રશાંત કિશોરને લઇને ટીએમસીના ટોચના નેતાઓ સ્પષ્ટપણે કંઇ બોલવા તૈયાર નથી.

પરંતુ ટીએમસીમાં પ્રશાંત કિશોરના સામેલ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. મહત્વનું છે કે પ્રશાંત કિશોર હાલ ટીએમસી માટે ચૂંટણી રણનીતિકારની ભૂમિકા ભજવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની જેમ પ્રશાંત કિશોર પણ નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆરની ટીકા કરી રહ્યા છે. ટીએમસીના સુત્રોના જણાવ્યા મુજબ. ચૂંટણી રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરે પાર્ટી માટે બહુ સારું કામ કર્યું છે. હવે તેઓ ટીએમસી સાથે જોડાશે કે નહીં તે અંગે ખુદ પ્રશાંત કિશોર અને પક્ષની ટોચની નેતાગીરી નક્કી કરશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!