GSTV

પ્રશાંત કિશોરે રાહુલ-પ્રિયંકાને પાઠવ્યા અભિનંદન, કહ્યુ-બિહારમાં CAA-NRC લાગૂ નહી થાય

નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ફરી એક વખત પાર્ટીથી અલગ સુર આલાપ્યો છે. પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીના વિરોધમાં અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનો આભાર માન્યો છે.

પ્રશાંત કિશોરે ટ્વીટ કરી જણાવ્યું કે હું કોંગ્રેસના નેતૃત્વને અભિનંદન પાઠવું છે. સ્પષ્ટરૂપે નાગરિકતા કાયદો અને એનઆરસીનો અસ્વીકાર કરવા અને તેનો વિરોધ કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અભિનંદન.

આ સાથે જ તેમણે ટ્વીટમાં લખ્યું કે હું સૌને આશ્વાસન આપું છું કે બિહારમાં આ કાયદાને લાગુ કરવામાં નહીં આવે. પ્રશાંત કિશોર શરૂઆતથી જ નાગરિકતા કાયદા વિરૂદ્ધ પોતાનો મત વ્યક્ત કરતા રહ્યા છે. તેમણે તાજેતરમાં જ આડકતરી રીતે સીએમ નીતિશકુમારને પણ આ મુદ્દે પોતાનો મત સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

READ ALSO

Related posts

ડાયાબિટિસ અને હૃદયરોગ સંબધિત ગંભીર બિમારીઓ ધરાવતાને થયો કોરોના તો આવી શકે છે બ્રેઇન સ્ટ્રોક, ખાસ રાખજો આ સાવધાની

Karan

ગજબ! આ કંપનીના બૉસે કર્મચારીઓને આપી એવી ભેટ, ડ્રાઇવરથી લઇને પીએ સુધી બધા જ બની ગયા કરોડપતિ

Bansari

ટીઆરપીમાં ફરીથી અનુપમા સિરિયલે બાજી મારી, આ શોની થઈ છે નવી ધમાકેદાર એન્ટ્રી

Karan
Do NOT follow this link or you will be banned from the site!