GSTV

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Last Updated on June 18, 2021 by Pravin Makwana

પ્રશાંત કિશોરની હાલ ખૂબ ડિમાન્ડ છે. ભારતીય રાજકારણમાં પીકેનો દબદબો છે. સફળ પોલિટિકલ સ્ટ્રેટજિસ્ટ તરીકે ખૂબ ચર્ચા થાય છે. જો કે, જે ભાજપને તેને 2014માં કેન્દ્રની સત્તા સુધી પહોંચાડી બાદમાં તેમણે જ તેની કુશળતા પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દીધુ હતું. ભાજપ તરફથી તો એવુ પણ કહેવાયુ છે કે, પ્રશાંત કિશોર જે કોલેજના વિદ્યાર્થી છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપલ છે.

પ્રશાંત કિશોર જ્યારે ભાજપ માટે કામ કરતા હતા, ત્યારે એવુ કહેવાયુ હતુ કે, પાર્ટીની અંદર અમિત શાહ સાથે તેમને ખાસ બનતુ નથી. જો કે, પ્રશાંત કિશોરે આ વાતને મીડિયામાં ચાલી રહેલી હવાહવાઈ વાળી વાતો ગણાવી હતી.

થોડા સમય બાદ તે ભાજપમાંથી અલગ થઈ ગયા અને કોંગ્રેસ, જેડીયુ અને ટીએમસી જેવી પાર્ટીઓ માટે કામ કરવા લાગ્યા.

જ્યારે ટીએમસીએ પ્રશાંત કિશોર સાથે કરાર કર્યો હતો, ત્યારે ભાજપમાંથી પીકે પર પ્રહારો કરવામાં આવ્યા હતા.

બંગાળ ભાજપના પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગિયે કહ્યુ હતું કે, પ્રશાંત કિશોર જે કોલેજના સ્ટૂડંટ છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપલ છે.

પ્રશાંત કિશોરે અમિત શાહ પર પ્રહારો કરતા કહ્યુ હતું કે, અમિત શાહ સૌથી વધારે ઓવરરેટેડ રાજનીતિક અને ચૂંટણીના રણનીતિકાર છે.

પીકેએ કહ્યુ હતું કે, 2015માં બિહાર, દિલ્હી અને બંગાળમાં અમિત શાહને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ પંજાબ અને આંધ્ર પ્રદેશમાં પણ ઊંઘા માથે પટકાયા હતા.

READ ALSO

Related posts

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah

વાતચીત / ભારત-ચીન સૈન્ય વચ્ચે 31મીએ મહત્વની બેઠક, તણાવનો અંત લાવવા મહત્વના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Dhruv Brahmbhatt

BIG BREAKING: ઈન્ડોનેશિયામાં કાળ બની ત્રાટક્યો ડેલ્ટા, 800 બાળકોના નિપજ્યા કરૂણ મોત: પરિસ્થિતિ અતિ ગંભીર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!