GSTV
Gujarat Government Advertisement

દિલ્હીના ચૂંટણી જંગમાં ચાણક્ય વિરૂદ્ધ ચાણક્ય : પ્રશાંત કિશોર અમિત શાહ પર ભારે પડી ગયા

Last Updated on January 27, 2020 by Mayur

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આપ અને ભાજપના નેતાઓ વચ્ચે જોરદાર શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ એક લડાઈ ચાણક્ય વિરૂદ્ધ ચાણક્યની પણ ચાલી રહી છે. ચૂંટણીમાં આપના રણનીતિકાર પ્રશાંત કિશોરે સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને જવાબ આપ્યો છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી લખ્યું કે જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ.

જેડીયૂ નેતા અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે ટ્વીટ કરી વધુમાં લખ્યું કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઈવીએમ બટન તો પ્રેમથી જ દબાશે. જોરનો ઝાટકો ધીરેથી જ લાગવો જોઈએ કે જેથી ભાઈચારો અને સોહાર્દ ખતરામાં ન પડે. આ સાથે જ તેઓએ ચાર મુદ્દાઓ અંગે પણ ટ્વીટ કર્યુ જેમાં તેઓએ જસ્ટિસ, લિબર્ટી, ઈક્વિટી અને ફ્રેટરનિટી લખ્યું છે. દિલ્હીના બાબરપુરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે જનસભા કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ઈવીએમનું બટન ગુસ્સા સાથે દબાવજો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહિન બાગમાં લાગે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!