GSTV
ANDAR NI VAT

પ્રશાંત કિશોરે હજુ પણ કૉન્ગ્રેસ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે

જેમ કૉન્ગ્રેસે પ્રશાંત કિશોર માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમ પ્રશાંત કિશોરે પણ કૉન્ગ્રેસ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. કૉન્ગ્રેસે તાજેતરમાં તેમને જે ઑફર કરી તે તેમણે સ્વીકારી નથી, પણ તેઓ કૉન્ગ્રેસની આકરી ટીકા કરતા બચી રહ્યા છે. તેનો સીધો અર્થ એવો નીકળે છે કે તેમણે કૉન્ગ્રેસ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને જો કૉન્ગ્રેસ સારી ઑફર કરે તો તેઓ 2023 તથા 2024માં કૉન્ગ્રેસ માટે કામ કરવા ઉત્સુક છે.

હાલ પ્રશાંતે બિહારથી નવી રાજકીય યાત્રા શરૂ કરવાની ઘોષણા કરી છે. તેમણે નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત નથી કરી તો આ અટકળને રદિયો પણ આપ્યો નથી. તેઓ બીજી ઑક્ટોબરથી 3000 કિ.મી. લાંબી પદયાત્રા કરવાના છે. આ પદયાત્રામાં તમારી સાથે ભાજપ, કૉન્ગ્રેસ કે નીતીશકુમારમાંથી કોણ હશે. તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, જે લોકો બિહારને બદલવા માગે છે તેઓ મારી સાથે હશે.

કૉન્ગ્રેસ જોડે વાતચીત ચાલતી હતી તે પૂરી થઈ ગઈ કે હજી પોઝ છે તેવા સવાલના જવાબમાં પીકેએ કહ્યું, આમાં વાતચીત પૂરી થવા જેવી કે પોઝ થવા જેવી કોઈ વાત નથી. એ તો કૉન્ગ્રેસની ઉદારતા છે કે મારા જેવા સાધારણ માણસને બોલાવ્યો. મેં તેમને આગળના રસ્તા બતાવ્યા. હવે તે રસ્તા પર ચાલવું કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે. કૉન્ગ્રેસમાં એવા ઘણા લોકો છે જેમની યોગ્યતા મારા કરતા વધારે છે.

રાહુલ ગાંધી વિશે તેમણે કહ્યું, રાહુલ ગાંધી મોટા માણસ છે. હું સાધારણ માણસ છું. તેમની સાથે અવિશ્વાસ જેવી કોઈ વાત ન હોઈ શકે. અવિશ્વાસ બરાબરના લોકોમાં હોય. મારી તેમની સાથે બરાબરી ન થઈ શકે.

Read Also

Related posts

અચાનક હાઈવે પર થવા લાગ્યો નોટોનો વરસાદ, ચાલુ કારમાંથી વ્યક્તિએ દોઢ કરોડથી વધુ નોટો ઉડાવી દીધી

HARSHAD PATEL

લ્યો બોલો / આંધ્રપ્રદેશના સીએમ રેડ્ડીનું પોસ્ટર કૂતરાએ ફાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Hardik Hingu

બોલિવૂડમાં જ નહીં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ?, ટોચના સ્ટાર આ પરિવારોનો જ દબદબો

Hardik Hingu
GSTV