GSTV

ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોરનો મોદીના ભાષણ પર કટાક્ષ, દુનિયા આખી મૂર્ખ છે કે આપણે સૌથી વધુ હોશિયાર છીએ કે….

પ્રશાંત

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય માટે માસ્ટરમાઇન્ડ ગણાતા ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોર હવે એમના ઘોર વિરોધી બની ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સંબોધનમાં કરેલી વાતો પર પ્રશાંત કિશોરે એમનો અભિપ્રાય આપ્યો છે અને ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને પ્રશ્ર ઉઠાવ્યો છે કે, કોવિડ-19 જેવા રોગચાળાને આપણા માટે કેવી રીતે ફાયદામાં બદલી શકાય. તેમણે આડકતરી રીતે સંકેત આપ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી ભારતીય જનતાને મૂર્ખ ગણે છે અથવા બાકી ભારતીયો કરતાં પોતાને વધારે ચાલાક સમજે છે.

ટ્વીટમાં પ્રહાર

પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી મોદીના 21મી સદીના ભારતની સદી બનાવવાની વાત પર કટાક્ષ કર્યો છે કે, “આપણે સમજવું જોઈએ કે આખી દુનિયા મૂર્ખ છે અથવા આપણે બાકી લોકો કરતાં વધારે હોંશિયાર છીએ. આપણી માની લઇશું કે જે કોરોનાવાયરસ રોગચાળો દુનિયાભરમાં લોકોના જીવન, અર્થતંત્ર અને પ્રગતિ માટે જોખમરૂપ બની ગયો છે, એ આપણા માટે ફાયદારૂપ બની શકે છે અને ભારતને દુનિયામાં ટોચ પર પહોંચાડી શકે છે.”

પ્રશાંત કિશોર વિરૂદ્ધ મોદી

ચાલુ વર્ષે બિહાર અને આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. માનવામાં આવે છે કે, એમાં પરોક્ષ રીતે મુકાબલો પ્રશાંત કિશોર અને મોદી વચ્ચે થશે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પ્રશાંત કિશોરની મદદ લીધી છે. તો બિહારમાં હજુ હમણા સુધી કિશોર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના આંખકાન સમાન હતા.

Read Also

Related posts

પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓએ માસ સીએલ પર જશે

Pravin Makwana

IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2

Ali Asgar Devjani

દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!