GSTV
Gujarat Government Advertisement

ભાજપનો હંમેશાં વિરોધ કરતાં નેતા હવે કોંગ્રેસ પર બગડ્યા, ‘કોંગ્રેસના નેતાઓ ફોટો ખેંચાવા જ હાજર રહે છે’

Last Updated on December 21, 2019 by

પ્રશાંત કિશોરે હવે કોંગ્રેસ વિરૂદ્ધ મોરચો ખોલી દીધો છે. જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે એનઆરસી મુદ્દે સોનિયા ગાંધીને ખુલીને સામે આવવાનું કહ્યું છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ નીતિશ કુમારના ફોર્મ્યૂલા પર ચાલવાની અપીલ કરી છે. બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું કે તેઓ કોઈ પણ સ્થિતિમાં એનઆરસીને રાજ્યમાં લાગુ નહીં કરે.

પ્રશાંત કિશોરે સોનિયા ગાંધીના વીડિયો પર કોમેન્ટ કરી નિશાન સાધ્યું છે. તેમનો આરોપ છે કે કોંગ્રસ માત્ર દેખાવો જ કરે છે. સોનિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તા દેશભરમાં નાગરિકતા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યાં છે. જો કે પ્રશાંત કિશોરે આક્ષેપ કર્યા કે માત્ર ફોટો ખેંચાવા માટે જ અમુક જગ્યાએ કોંગ્રેસના નેતાઓ નજરે પડે છે બાકી તેઓ ગાયબ જ હોય છે.

પ્રશાંત કિશોર ઈચ્છે છે કે એનઆરસી અને નાગરિકતા કાયદાના મુદ્દે વિપક્ષ એકજૂથ થાય. ત્યારે જ તેઓએ કોંગ્રેસના મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં એનઆરસી લાગુ ન કરે. પ્રશાંત કિશોર નાગરિકતા કાયદા મુદ્દે જેડીયૂથી વિરૂદ્ધ વલણ અપનાવી રહ્યાં છે. પ્રશાંત કિશોર ઈચ્છતા હતા કે જેડીયૂના સાંસદ આ કાયદાના વિરોધમાં વોટ કરે પરંતુ નીતિશ કુમારે આ મુદ્દે પોતાના સાથી પક્ષ ભાજપને સાથ આપવાનો નિર્ણય કર્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!