GSTV

મોદીને પ્રથમવાર પીએમ બનાવનાર ચૂંટણીના માહેર રણનીતિકાર હવે મમતાની સાથે, શું જીતાડશે બંગાળ

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. અને તેમની સાથે કામ કરવા માટે રાજી થઈ ગયા છે એવું સમાચાર એજન્સી એએનઆઈનાં સૂત્રોએ કહ્યુ છે.

કહેવાઈ રહ્યુ છેકે, બીજેપી, જદયૂ અને વાઈએસઆર કોંગ્રેસ માટે રણનીતિ બનાવી ચૂકેલા પ્રશાંત કિશોર એક મહિના બાદ સત્તાવારરીતે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી માટે કામ શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છેકે, પ્રશાંત કિશોર નીતીશ કુમારની પાર્ટી JDUમાં ઉપાધ્યક્ષ પણ છે.

સાથે જ બિહારમાંનીતીશ કુમારે તેમને કેબિનેટમાં પણ સ્થાન આપેલું છે. લોકસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરે JDU માટે કામ કર્યુ છે. અને બીજેપીની સાથે ગઠબંધનમાં 16 સીટો જીતવામાં પણ મદદ કરી છે. પ્રશાંત કિશોર હાલમાં જ ચર્ચામાં ત્યારે રહ્યા હતા. જ્યારે આંધ્ર પ્રદેશમાં તેમણે જગનમોહન રેડ્ડી માટે કામ કર્યુ અને તેમને સત્તા અપાવી હતી.

આંધ્ર પ્રદેશમાં જગનમ્હન રેડ્ડીને વિધાનસભા અને લોકસભાની સીટો જીતાડવા માટે પ્રશાંત કિશોરનું જ દિમાગ હતુ. કારણકે આ ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ટીમ જગનમોહન રેડ્ડીની પાર્ટી સાથે જોડાઈ હતી. મમતા બેનર્જીની સાથે પ્રશાંત કિશોરનું જોડાવાનું રાજકીય મહત્વ એટલે પણ વધારે છે કેમકે પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે મમતા બનર્જી ફરીથી બંગાળની જમીન ઉપર પગ જમાવવાના પ્રયાસમાં છે.

જેને બીજેપીએ લોકસભા ચૂંટણીમાં હલાવી દીધા હતા. જેને કારણે મમતાએ 2021ની વિધાનસભા ચૂંટણી માટે પ્રશાંત કિશોરને પોતાની સાથે જોડી દીધા છે. પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુએ ખુરશી ખોવી પડી છે. પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતીને કારણે જગન મોહન રેડ્ડીની પાર્ટીએ બધી જ 25 સીટો જીતી અને વિધાનસભામાં 175માંથી 150 સીટો જીતી છે.

READ ALSO

Related posts

અગ્નિકાંડમાં પાંચના કરૂણ મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જતાવ્યું દુ:ખ, તમામ જરૂરી મદદ કરવા તંત્રને કરી તાકીદ

pratik shah

ખેડૂત આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાઈ જેલ બનાવવાની તૈયારીમાં પોલિસ, માંગી પરમિશન

Karan

રાજકોટ/ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કમનસીબ ગણાવી દુખ વ્યકત કર્યુ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!