GSTV
Home » News » ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણીને લઈને આપ્યું મોટું નિવેદન

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારની ચૂંટણીને લઈને આપ્યું મોટું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ ફરી ચર્ચામાં આવેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે તેમને ફરીથી બિહારના રાજકારણમાં ઉતરવાના અને આરજેડી અથવા કોંગ્રેસમાં જવાના અહેવાલોને ફગાવ્યા છે. પ્રશાંત કિશોરે જણાવ્યું કે આરજેડી કે કોંગ્રેસમાં જવાની વાત સંપૂર્ણપણે બકવાસ છે. બિહારમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઇને તમામ પક્ષો પોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે.

આ દરમ્યાન જેડીયુના ઉપાધ્યક્ષ રહેલા પ્રશાંત કિશોર અને તેની કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીને લઇને પણ ચર્ચાઓનું બજાર ગરમ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે આ બધી વાતો બકવાસ છે. હું 18 ફેબ્રુઆરી બાદ આ મુદ્દાઓ પર વાત કરીશ. ત્યાં સુધી કોઇ અટકળો ન લગાવશો. મહત્વનું છે કે બિહારના સીએમ નીતિશકુમારે નાગરિકતા સંશોધન કાયદો તેમજ એનઆરસીનો વિરોધ કરવા બદલ પ્રશાંત કિશોરને પક્ષમાંથી પાણીચું પકડાવ્યું હતું.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!