GSTV
Gujarat Government Advertisement

ચૂંટણીના ચાણક્ય’ પ્રશાંત કિશોર કાર્ગો વિમાનમાં કોલકાતા પહોંચ્યા!

પ્રશાંત

Last Updated on April 25, 2020 by Bansari

બિહાર ભાજપ અને જનતા દળ (યુ)એ ‘ચૂંટણીનાં ચાણક્ય’ તરીકે પ્રસિદ્ધ પ્રશાંત કિશાર પર મોટો આરોપ મૂક્યો છે. બંને પક્ષોએ દાવો કર્યો છે કે, પ્રશાંત કિશોર કાર્ગો વિમાનમાં ચોરીછૂપીથી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા છે. આ આરોપમાં કેટલો દમ છે એની ચકાસણી માટે દિલ્હી, કોલકાતા અને ગૌહાટી એરપોર્ટ પરનાં છેલ્લાં 72 કલાકના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ થઈ ગઈ છે.

ચાણક્યની ‘કાર્ગો’ ઉડાન

ચૂંટણીમાં મોટા ભાગની ચાલોમાં સફળતા મેળવવા માટે જાણીતા પ્રશાંત કિશોર લોકડાઉન દરમિયાન પશ્ચિમ બંગાળ કેવી રીતે પહોંચી ગયા એ પ્રશ્ર દિલ્હીના રાજકીય વર્તુળો સહિત ભારતીય રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. બિહાર પ્રદેશ ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે દાવો કર્યો છે કે, પ્રશાંત કિશોર ચોરીછૂપીથી બંગાળ પહોંચી ગયા છે. દરમિયાન બિહારમાં ભાજપના સાથી પક્ષ જનતા દળ(યુ)ના નેતા અજય આલોકે એવો દાવો કર્યો છે કે, પ્રશાંત કિશોર કાર્ગો વિમાનમાં બેસીને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચી ગયા છે. તેમણે કિશોરની સરખામણી ‘બીજા કોરાના વાયરસ’ સમાન સાથે પણ કરી છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી

બિહાર ભાજપ અને જનતા દળ(યુ)ના આરોપો પર કેન્દ્ર સરકારે તપાસ શરૂ કરી દીધી છે. ત્રણ એરપોર્ટ દિલ્હી, કોલકાતા અને ગૌહાટી પર છેલ્લાં 72 કલાકના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ થઈ ગઈ છે. અધિકારીઓએ એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને બ્લૂ ડાર્ટ જેવી ઉડાન કંપનીઓ પાસે પણ જાણકારી માંગી છે.

પ્રશાંતનો ઇનકાર

ભાજપ અને જેડી(યુ)એ મૂકેલા આરોપોને પ્રશંસા કિશોર નકારી કાઢ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તેમના પર મૂકવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેમણે ભાજપ અને જેડી(યુ)ને એ સાબિત કરવાનો પડકાર ફેંક્યો છે કે, તેઓ દિલ્હી કે બેંગાલારુ કે અન્ય કોઈ સ્થળેથી કોલકાતા પહોંચ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, જો આ બંને પક્ષ કયા વિમાનથી તેઓ કેટલા વાગે કોલકાતા પહોંચ્યા એ સાબિત કરી દેશો તો રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. એટલું જ નહીં તેમણે આ આરોપો પુરવાન ન થાય તો આરોપો મૂકનારાઓએ જાહેરમાં માફી માંગવી જોઈએ એવી માંગણી પણ કરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રેસીંગ ટ્રેક પર મિલ્ખા સિંઘનાં બદલે ફરહાન અખ્તરની તસવીર લગાવી, લોકોએ ઉડાવી મજાક

Damini Patel

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!