GSTV
Gujarat Government Advertisement

માનવું પડશે મોદીજી અને અર્નબ વચ્ચે જબરદસ્ત સેટિંગ છે, prashant bhushan એ શેર કર્યો જૂનો VIDEO

Last Updated on January 19, 2021 by Mansi Patel

ખૂબ જ પ્રસિદ્ધ વકીલ અને એક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણે (prashant bhushan) ટ્વિટર પર પીએમ મોદીનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. જેમાં પીએમ મોદી રિપબ્લિક ટીવીના એક કાર્યક્રમમાં બોલતા જોવા મળી રહ્યાં છે. જેનો વીડિયો શેર કરતા પ્રશાંત ભૂષણે લખ્યું છે કે, ‘હવે આપ અમારા અર્બન એટલે કે અરનબને જ જોઇ લો.. આ તો માનવું જ પડશે કે, મોદીજી અને અરનબમાં સેટિંગ ખૂબ જ જબરદસ્ત છે. એવામાં શક્ય છે કે, તેઓ એકબીજા સાથે તમામ સૂચનાઓ શેર કરશે.’

વીડિયોમાં પીએમ મોદી એવું કહેતા જોવા મળી રહ્યાં છે કે, આપણા અરનબને જ જોઇ લો કે તેનો ટીવી શો જ જોઇ લો, એટલી લાંબી અને પહોળી વિંડો બનાવી આટલા બધા મહેમાનોને બોલાવી અર્નબની કોર્ટ શરૂ થાય છે. એ કંઇ ઓછું રિસ્કી થોડું છે. અર્નબના મહેમાન પણ તેના શો પર આવવાનું રિસ્ક ઉઠાવે છે. અર્નબે ચેલેન્જનો સ્વીકાર કર્યો એટલાં માટે તે આવું નેટવર્ક સેટઅપ કરી શક્યો.

કાયદા પર વાતચીત ન થાય તે માટે સરકાર શિયાળું સત્ર પણ નથી થવા દેતી

તમને જણાવી દઇએ કે પ્રશાંત ભૂષણે પહેલ કરતા સિંધુ બોર્ડરની પાસે એક ખેડૂત સંસદ બોલાવી છે. જેની પર પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, ‘આ સમય દેશમાં ખેડૂતોનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે. જે સંપૂર્ણ રીતે અનપેક્ષિત છે. સરકારે આ ત્રણ કાયદાઓ વગર કોઇ પારદર્શિતાએ કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર, કોઇ પણ જાતની સંસદમાં ચર્ચા કર્યા વગર જ સ્થાયી સમિતિને તે મોકલી સંપૂર્ણ રીતે વોટિંગથી તેને પાસ કરાવી દીધું. ફરીથી આ કાયદા પર વાતચીત ન થાય તે માટે સરકાર શિયાળું સત્ર પણ નથી થવા દેતી. એટલાં માટે આજે જરૂરી છે કે, ખેડૂત સંસદ બોલાવવામાં આવે કે જેમાં ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદાઓ પર ખુલીને ચર્ચા થઇ શકે.’

બીજેપીના સાંસદ ઇચ્છે તો તેઓ પણ ખેડૂત સંસદમાં આવી શકે

પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું કે, ‘જો બીજેપીના સાંસદ તેમાં આવવા ઇચ્છે તો તેઓ પણ આવી શકે છે. જો કે બીજેપી સરકાર તેમને આવું કરતા રોકશે તો તે એક ખોટી વાત કહેવાય. સાંસદોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રશાંત ભૂષણે વધુમાં જણાવ્યું કે, ભલે જ ખેડૂત સાંસદને આધારે ખેડૂતોની સમસ્યા હલ ના થાય પરંતુ તેનાથી ખેડૂતોના મુદ્દાઓ જરૂરથી સામે આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટી દુર્ઘટના: રેલીંગ તોડીને પિકઅપ વાન ગંગામાં નદીમાં સમાઈ ગઈ, જોત જોતામાં 11 લોકો ડૂબી ગયા

Pravin Makwana

ન્યૂ ઈન્ડિયાની તસ્વીર: માસ્ક ન પહેરતા લોકો માટે મિસાલ, પૈસા નહોતા તો પક્ષીનો માળો મોં પર લગાવીને પેન્શન લેવા પહોંચ્યા વૃદ્ધ

Pravin Makwana

Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!