GSTV
Home » News » કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

આજે સમગ્ર કાશી મોદીમય જોવા મળ્યું. વડાપ્રધાનના મેગા રોડ શો અને ગંગા આરતી બાદ પીએમ મોદીએ એક સભાને સંબોધિત કરી. જેમાં તેમણે કહ્યું કે કાશીએ ન માત્ર મને પીએમ બનવાનો આર્શિવાદ આપ્યા. પરંતુ 130 કરોડ ભારતીયોના વિશ્વાસની તાકાત પણ આપી. કાશીનો આ પ્રસાદ મને સામાજિક અને રાજકીય જીવનને તાર્કિક બનાવવાની શક્તિ આપે છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમણે ઇમાનદારીથી પ્રયાસ કર્યા. અને આગામી પાંચ વર્ષ અમે તે પ્રયાસોને વિસ્તાર આપીશું. ગત પાંચ વર્ષ પરિવર્તનની શરૂઆત થઇ છે. ત્યારે આગામી પાંચ વર્ષ દેશની પ્રતિષ્ઠાના હશે. ગત પાંચ વર્ષ પુરૂષાર્થ કર્યો હતો. જેના પરિણામ આગામી પાંચ વર્ષમાં મળશે.

modi Darbhanga

પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે અમે બતાવી દીધુ કે નવું ભારત આતંકવાદને જડબાતોડ જવાબ આપે છે. આથી જ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં કોઇ શહેર, કોઇ પવિત્ર સ્થાન કે કોઇ મંદિરમાં આતંકવાદી હુમલો થયો નથી.

READ ALSO

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!