હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન દેવી-દેવતાઓને પ્રસાદ ધરાવવાનો નિયમ છે. કહેવાય છે કે ભગવાન અર્પણ કરેલો પ્રસાદ ગ્રહણ કરે છે. એટલા માટે ભગવાનની પૂજામાં પ્રસાદ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતમાં તમામ દેવી-દેવતાઓને વિવિધ સ્વરૂપોમાં પ્રસાદ ચઢાવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા ભગવાનને ખુશ કરીને તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો તમારે તેમની પસંદનું ભોજન ભગવાનને અર્પણ કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેમની પસંદગીના પ્રસાદ ચઢાવવાથી દેવી દેવતા ખુશ થાય છે. અને તેમના ભક્તો પર તેમની કૃપા રાખે છે.

જો કે, દરેક દેવી-દેવતાને પ્રસાદ ચઢાવતી વખતે ઘણી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં દેવી દેવતાને પ્રસાદ ચઢાવવા માટે કેટલાક નિયમો પણ છે. તેમ છતાં, ઘણી વખત લોકો પ્રસાદ ચઢાવતી વખતે ઘણી ભૂલો કરે છે. કહેવાય છે કે આ ભૂલોને કારણે લોકોને ભગવાનની નારાજગી સહન કરવી પડી શકે છે. અમે તમને આ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
કયા વાસણોમાં ભગવાનને પ્રસાદ ચઢાવવો જોઈએ
ભગવાનને ધાતુ એટલે કે સોનું, ચાંદી કે તાંબાના વાસણમાં પ્રસાદ ચઢાવવો જોઈએ.
ચઢાવેલા પ્રસાદનું શું કરવું?
ભગવાનને ચઢાવેલો પ્રસાદ તરત જ અશુદ્ધ બની જાય છે એટલે ધરાવ્યા બાદ તુરત જ તેને ઉપાડી લેવો જોઈએ. જો આમ ન કરવામાં આવે તો વિશ્વકસેન, ચંડેશ્વર, ચંદાંશુ અને ચાંડાલી નામની શક્તિઓ તેમાં પ્રવેશ કરશે એવું કહેવામાં આવ્યું છે. દેવતા પાસે પ્રસાદ કે નૈવેદ્ય રાખવાથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે.

તેલ ટાળો
આજકાલ મોટાભાગના લોકો ભગવાન માટે બનતા પ્રસાદમાં તેલનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં હંમેશા શુદ્ધ ઘીથી બનેલી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ ભગવાનને પ્રસાદ તરીકે મરચાવાળી વસ્તુઓ પણ ન ચઢાવવી જોઈએ. આ ભૂલ નકારાત્મક અસર છોડી શકે છે, તેથી પ્રસાદ બનાવતી વખતે હંમેશા માત્ર ઘીનો જ ઉપયોગ કરો. કહેવાય છે કે તેલ-મરચાની ગણતરી શાહી ભોજનમાં થાય છે.
આવી ભૂલ તો બિલકુલ ના કરો
લોકો સાચી ભક્તિ સાથે ભગવાનને પ્રસાદ અર્પણ કરે છે, પરંતુ કેટલીકવાર તેઓ પ્રસાદ ધરાવ્યા બાદ તુરત જ પાછો પણ લઇ લે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાનની સામે પ્રસાદ ધરાવ્યા બાદ થોડા સમય માટે ત્યાંથી દૂર જાઓ અને થોડા સમય પછી, ભગવાનને પ્રણામ કરીને, ભગવાનની સામે અર્પણ કરવામાં આવેલ પ્રસાદ લઇ લો.
તુલસીનો છોડ ન ચઢાવો
ઘણી વખત લોકો પ્રસાદ સાથે ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવાની ભૂલ કરે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવ અને ગણેશને તુલસીના પાન ક્યારેય ન ચઢાવવા જોઈએ. જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો તેમને હંમેશા બીલીપત્ર ચઢાવો. તે જ સમયે, તમે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો.
ગાયને ખવડાવો
ભગવાનને બને ત્યાં સુધી ઘરે બનાવેલા ભોજન જ પ્રસાદ તરીકે અર્પણ કરવું જોઈએ. પ્રસાદ ધરાવ્યા બાદ આ પ્રસાદ જાતે ન લેવો, બલ્કે આ પ્રસાદને પહેલા ગાયને ખવડાવવું જોઈએ. ગાયને પ્રસાદ ખવડાવ્યા પછી તમે જાતે પ્રસાદ લઈ શકો છો. કહેવાય છે કે ગાયને ખવડાવવાથી દેવી-દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તેમના ભક્તો પર રહે છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો