GSTV

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ નાજુક, કોરોના સંક્રમણ અને બ્રેઈન સર્જરી બાદ રખાયા વેન્ટિલેટર પર

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેન સર્જરી કર્યા પછી તેમની હાલત વધુ બગડતા તેમને અત્રેની આર્મીઝ  રિસર્ચ એન્ડ રેફરલ  હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા હતા.

મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ છે પ્રણવદા

84 વર્ષના પ્રણવ મુખર્જીને સોમવારે મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો કોરોનાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, એમ હોસ્પિટલે કહ્યું હતું. ‘પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દસ ઓગસ્ટે 12:07 વાગે દિલ્હી કેન્ટોનમેન્ટમાં આર્મીઝ રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા.

બ્રેઈન ટ્યુમરની કરાઈ સર્જરી

હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાણ થઇ હતી કે તેમના મગજમાં ગાંઠ છે જેના માટે સર્જરી કરાઇ હતી. સર્જરી પછી પણ તેમની સ્થિતિમાં કોઇ જ સુધારો દેખાયો નથી અને તેઓ ગંભીર અવસ્થામાં હતા. અંતે તેમને વેન્ટીલેટર પર રખાયા હતા’એમ મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું.

પૂર્વ રાષ્ટ્રપતિની સ્થિતિ પર ડોક્ટર્સની ટીમની સતત નજર

પૂર્વ રાષ્ટ્રપતિની તબીયત અંગે ડોકટરોની એક ટીમ સતત તેમનું નિરિક્ષણ કરી રહી હતી. સોમવારે મુખર્જીએ  ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ બન્યાની વાત કહી હતી. તેમણે જે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તે તમામને કોરોના ટેસ્ટની સલાહ આપી હતી.

MUST READ:

Related posts

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!