GSTV
Home » News » 8 ઓગષ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત

8 ઓગષ્ટે પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ કરશે સન્માનિત

ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 8 ઓગષ્ટે રાષ્ટ્રપતિના હાથે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે. પ્રણવ મુખર્જી જૂલાઈ 2012થી જૂલાઈ 2017ના સમયગાળા દરમ્યાન દેશનાં રાષ્ટ્રપતિ રહ્યા હતા. તેની પહેલાં તેમણે નાણામંત્રાલય, રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવાં મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી.

વર્ષ 2004થી 2012 સુધી કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાનીવાળી UPA સરકારમાં તેમને પ્રમુખ “સંકટમોચન” માનવામાં આવતા હતા. કોંગ્રેસ નેતાઓએ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ.

ભારત રત્ન મળવાની જાહેરાત બાદ પ્રણવ મુખર્જીએ પોતાના સંદેશમાં કહ્યુ હતુકે, મે ભારતનાં લોકો પ્રત્યે પુરી વિનમ્રતા અને કૃતજ્ઞતાની ભાવના સાથે આ મહાન સન્માન ભારત રત્નને સ્વીકાર કરુ છુ. મે હંમેશા કહ્યુ છેકે,અને કહુ છુકે, મારા મહાન દેશના લોકો પાસેથી જેટલું મે આપ્યુ છે તેના કરતા ઘણું વધારે મને મળ્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરતાં કહ્યુ હતુકે, મુખર્જીએ પોતાના નિસ્વાર્થ કાર્યોથી દેશની વિકાસયાત્રામાં મજબૂત છાપ છોડી છે. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યુ હતુકે, પ્રણવ દા અમારા સમયનાં ઉત્કૃષ્ટ રાજનેતા છે. તેમણે દશકો સુધી દેશની નિસ્વાર્થ અને અથક સેવા કરી છે. અને દેશની વિકાસ યાત્રા પર મજબૂત છાપ છોડી છે. તેમની બુદ્ધિમતા અને સમર્પિત બહુ ઓછા લોકો હશે. મને પ્રસન્નતા છેકે, તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે.

READ ALSO

Related posts

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan

રેપ તો થયો નથી ને જ્યારે થાય ત્યારે જોઈ લઇશું, 3 મહિનાથી યુવતી ખાઈ રહી છે ધક્કા

Mayur

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!