GSTV

દિલ્હી: વેન્ટિલેટર સપોર્ટ પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, થોડા સમય પહેલા કરવામાં આવી સફળ બ્રેન સર્જરી

પ્રણવ મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દિલ્હીની આર્મી હોસ્પિટલમાં મગજની સફળ સર્જરી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સર્જરી લોહીના ગંઠાઇ જવા માટે કરવામાં આવી છે. હોસ્પિટલનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયે તેમને આર્મી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. પ્રણવ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં કોરોના સતત વકરી રહ્યો છે. અમિત શાહ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે બપોરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે મેં છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ બધા કોરોનાના રિપોર્ટ કઢાવી લે અથવા હોમ ક્વોરેન્ટાઈન થઈ જાય. જણાવી દઈએ કે પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષ છે, આવી સ્થિતિમાં વધતી ઉંમરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012 થી 2017 ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. 2019 માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીથી ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

READ ALSO

Related posts

ચીન શસ્ત્રો મુદ્દે અમેરિકા સાથે ઉતર્યું સ્પર્ધામાં, આ આધુનિક ફાઈટર વિમાન કરી રહ્યું છે તૈયાર

Mansi Patel

post officeની આ સ્કીમમાં રોકાણ કરશો તો થોડા સમયમાં જ રૂપિયા થઈ જશે ડબલ, ફાયદાનો સોદો છે

Dilip Patel

શહેરના પૂર્વ મેયર ગૌતમ શાહનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, SVPમાં હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!