GSTV
Home » News » પ્રણવ મુખરજી સહિત 3ને મળશે ભારત રત્ન, મોદીએ Tweet કરી આપ્યા અભિનંદન

પ્રણવ મુખરજી સહિત 3ને મળશે ભારત રત્ન, મોદીએ Tweet કરી આપ્યા અભિનંદન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની ત્રણ પ્રમુખ હસ્તીઓને ભારત રત્ન આપવાનું એલાન કર્યું છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નામ સામેલ છે. જ્યારે કે નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને મરણોપરાંત ભારત રત્ન આપવાનું એલાન કરવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નામ ચોંકાવનારૂ છે. રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા તેઓ આશરે પાંચ દાયકા સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા. કેટલાક મહિના પહેલા તેઓ સંઘના કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ મુદ્દે ઘણી ચર્ચાઓ પણ ચાલી હતી..

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે પ્રણવ દા આપણા સમયના ઉત્કૃષ્ટ રાજનેતા છે.. તેમણે દાયકાઓ સુધી દેશની નિસ્વાર્થ અને અથાગ સેવા કરી. ભૂપેન હજારિકાના ગીત અને સંગીતને પેઢીઓથી લોકો દ્વારા વખાણમાં આવે છે.  તેમની પાસેથી ન્યાય,, સૌહાર્દ અને ભાઇચારાનો સંદેશ મળે છે. નાનાજી દેશમુખના મહત્વપૂર્ણ યોગદાને આપણા ગામડાઓમાં રહેનારા લોકોને સશક્ત બનાવવાના એક નવા પ્રતિમાનનો માર્ગ બતાવ્યો. ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરીક સન્માન છે. જે અસાધારાણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે..

સમયનું ચક્રનું ઝડપી ફરી રહ્યું છે. દેશની રાજનીતિમાં પ્રણવ મુખરજીના શબ્દનું હંમેશાં વજૂદ રહ્યું છે. પ્રણવ મુખરજી પાસે સ્વયંનું વિઝડમ છે. હંમેશાં તેઓ આફતના સમયે કોંગ્રેસ પક્ષ માટે ‘ટ્ર્બલશૂટર’ સાબિત થયાં છે. ઈ.સ.૧૯૬૯ના વર્ષમાં મિદનાપોર લોકસભાના બાય-ઈલેક્શનમાં અપક્ષ ઉમેદવાર વી.કે. ક્રિષ્નામેનનનું પ્રચાર કેપ્મેઈન કરવામાં પ્રણવ મુખરજી સફળ રહ્યાં. તે સમયે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ૩૪ વર્ષીય પ્રણવબાબુની પ્રતિભાશક્તિને ઓળખી લીધી હતી. પ્રણવ મુખરજી એ સમયે પણ અભ્યાસુ હતાં અને તર્કબદ્ધ રીતે લોકો વચ્ચ ધારદાર સંવાદ કરતાં હતાં.

આ બાબતને ધ્યાને લઈને ઈન્દિરાજીએ પ્રણવ મુખરજી(૩૪ વર્ષ)ને રાજ્યસભાના સંસદ બનાવ્યા. રાજ્યસભાના બજેટ પ્રસ્તાવ દરમિયાન પ્રણવ મુખરજીએ આંકડાકીય તથ્યો અદ્ભભૂત સ્પીચ આપી, જે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સ્પર્શી હતી. બાદમાં, ઈન્દિરાજી પોતાની ઓફિસમાં ગયા અને નૌ જવાન પ્રણવજીને મુલાકાત માટે બોલાવ્યા. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ તરીકે પ્રણવ મુખરજીની ઓળખ થવા માંડી હતી. જેઓ સ્પષ્ટ વક્તા હોવાને પગલે ભાજપમાં પણ મોદી સાથે સારો સંબંધ છે.

Related posts

થરુરે કહ્યું કે જો આ બિલ પાસ થશે તો ગાંધીના વિચારો પર જિન્નાહના વિચારોની જીત થશે

Nilesh Jethva

સાધ્વી પ્રાચીનું વિવાદિત નિવેદન, દેશમાં બળાત્કાર અને આતંકવાદ માટે આ પરિવારને ગણાવ્યો જવાબદાર

Nilesh Jethva

ઉન્નાવ પીડિતાની બહેને આપ્યું અલ્ટિમેટમ : કાર્યવાહી કરો નહીં તો CM આવાસ સામે કરીશ આત્મદાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!