અંબાણી પરિવારની દિકરીના લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિથી લઈ આ તમામ મહેમાનોએ આપી હાજરી, જુઓ તસ્વીર

દેશના સૌથી અમિર ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણી આજે પોતાની એકની એક અને લાડકી દિકરી ઈશા અંબાણીના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. આ સમયે મુંબઈમાં સ્થિત અંબાણીના ઘર એટલે કે એન્ટિલિયા બિલ્ડીંગમાં પીરામલ પરિવાર ધૂમધામથી વરઘોડો લઈને પહોંચ્યો.

અંબાણી પરિવાર તરફથી મુકેશ, અનિલ, આકાશ અને અનંતે વરઘોડાનું સ્વાગત કર્યું.

હવે લગ્નની દરેક વીધી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ રાત્રે 8.30 વાગે આશીર્વાદ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

પહોંચ્યા આ મહેમાન

અંબાણી પિરવારના આ ખુશીના પળમાં ભાગ લેવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ પહોંચી. તેમનું સ્વાગત અનિલ અંબાણીએ કર્યું.

આ ઉપરાંત અમિતાભ-જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, નાવ્યા નવેલી નંદા, આમિર ખાન, કિરણ રાવ, કિયારા આડવાણી, વિધુ વિનોદ ચોપડા, અનુપમા ચોપડા, મનીષ મલ્હોત્રા, વૈભવી મર્ચેન્ટ પણ પહોંચ્યા.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter