પ્રણવ મુખર્જીએ સ્થાપેલી ગાંઘીજીની મુર્તિને ઉખાડી ફેકી, ગાંધીજીને ગણાવ્યાં જાતિવાદી

ઘાનાની રાજધાની અક્રમાં એક યુનિવર્સિટીમાંથી ભારતનાં રાષ્ટ્રપિતા અને સ્વતંત્રતા સંગઠનના મહાનાયક મહાત્મા ગાંધીની મૂર્તિને કાઢી નાખવામાં આવી છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઘાના યુનિવર્સિટીમાં વર્ષ 2016માં આ મૂર્તિનું અનાવરણ કર્યું હતું. પરંતુ યુનિવર્સિટીના પ્રવક્તાઓએ તરત જ તેને કાઢી નાખવા માટે આંદોલન શરૂ કર્યું હતું. તેના માટે તૈયાર કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું કે ગાંધી “જાતિવાદી” હતા અને તેમના સ્થાને અફ્રિકાના નાયકોને પ્રાથમિકતા આપવામાં આવે.

આ વિવાદને ધ્યાનમાં રાખીને ઘાનાની સરકારે કહ્યું હતું કે મૂર્તિને ક્યાંક બીજે લઈ જવામાં આવશે. પ્રવક્તાઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બુધવારે આ મૂર્તિને કાઢી નાખવામાં આવી છે. વિશ્વવિદ્યાલયે તેની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેના માટે વિદેશી અને ક્ષેત્રીય એકીકરણ મંત્રાલય જવાબદાર છે.

કાયદાના વિદ્યાર્થી એડોમા અસેરે કહ્યું કે ” તેમની મૂર્તિ અહીં એટલા માટે છે કે તે જે વાતનું પ્રતીક છે તે આપણે જીવનમાં ઉતારીએ. પરંતુ હવે જો તે ખુદ જ આ બધી વસ્તુઓ( કહેવાતા “જાતિવાદી” )નું સમર્થન કરતા હતા તો પછી મને નથી લાગતુ કે તેની મુર્તિ અહીં રાખવાનો કોઈ અર્થ છે”

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter