GSTV
Home » News » દેશના 3 રતન, મોદીએ આ કાર્યક્રમ માટે દેશ સમક્ષ 4 વાગ્યાનું સંબોધન પણ કરી લીધું લેટ

દેશના 3 રતન, મોદીએ આ કાર્યક્રમ માટે દેશ સમક્ષ 4 વાગ્યાનું સંબોધન પણ કરી લીધું લેટ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે દેશના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન સન્માન એનાયત કર્યા હતા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગાયક ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ અપાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોંગ્રેસ અને ભારતીય રાજનિતીના એક દિગ્ગજ નેતા રહ્યા છે.

પ્રણવ દાએ પોતાની કારકિર્દીની શરૂઆત કોલકતાના ડેપ્યુટી એકાઉટન્ટ જનરલ કાર્યાલયમાં ક્લાર્ક તરીકે કરી હતી. જે બાદ તેઓ રાજનીતિમાં આવી ગયા હતા. પોતાની મહેનત અને નિષ્ઠાના દમ પર દેશના 13માં રાષ્ટ્રપતિ પણ બન્યા હતા. આ પહેલા તેઓ કેન્દ્ર સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન પણ રહી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં તેમને સંકટમોચક તરીકે ઓળખવામાં આવતા હતા.

ગાયક ભૂપેન હજારિકાને પણ મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. તેમના સ્થાને તેમના પુત્ર તેજ હજારિકાએ આ સન્માન ગ્રહણ કર્યું. આસામના નિવાસી ભૂપેન દા દેશના પ્રસિદ્ધ ગીતકાર સંગીતકાર અને ગાયક હતા. હજારિકા આસામી ભાષાના કવિ પણ હતા.  તેમણે ફિલ્મ નિર્માતા, લેખક અને આસામની સંસ્કૃતિ તથા લોકસંગીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.

હજારિકા પોતાના ગીતો જાતે લખતા હતા. અને કમ્પોઝ પણ કરતા હતા. હજારિકાને 1975માં પ્રાદેશીક ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ 1992માં તેમને ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકેથી પણ નવાજવામાં આવ્યા હતા. 2011માં તેમણે પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત થયો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા અને જાણીતા સમાજસેવી નાનાજી દેશમુખને પણ ભારત રત્નનું મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું.  નાનાજી દેશમુખ તરફથી આ સન્માન દીનદયાળ ઉપાધ્યાય રિસર્ચ ઇન્સ્ટીટયૂટના વીરેન્દ્રજીત સિંહે ગ્રહણ કર્યું હતુ.

નાનાજી દેશમુખ દેશના એક મોટા  સમાજસેવી હતા. જ્યારે દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી તો તેમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 199માં વાજપેયી સરકારના કાર્યકાળમાં જ તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પણ નાનાજી દેશમુખના સમાજ પ્રત્યેના પ્રશંસનીય કાર્યોના વખાણ કર્યા હતા.

READ ALSO

Related posts

દુષ્કર્મના મામલાઓમાં સરકારનું મોટું પગલું, નવી ફાસ્ટટ્રેક કોર્ટ બનશે, 2 મહિનામાં સજા આપવાની તૈયારી

Mansi Patel

ઉન્નાવ ગેંગરેપ પીડિતાનાં મોત પર રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ- આક્રોશિત અને સ્તબ્ધ છું

Mansi Patel

હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!